Viral video

દીપડા એ આખી ફોરેસ્ટ ટીમ પર એટેક કર્યો અને ઓફિસરો એ પણ આવી રીતે દીપડા ને કાબુ મે ર્ક્યો! જુવો દિલધડક વિડીઓ

ગુજરાતનાં તો દીપડાના વીડિયો ખૂબ જ વાયરલ થાય છે કારણ કે, દીપડો જ એક એવું પ્રાણી છે જે શિકારના શોધમાં ગામડાઓમાં વિચરણ કરવા આવે છે. દીપડાના આંતક થી સૌ કોઈ પરેશાન થઈ જાય છે અને આજ કારણે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવે છે. ખરેખર એ વાત પર આપણે સૌ વન વિભાગનો આભાર વ્ય કરવો જોઈએ કે, પોતાના જીવનની પરવહા કર્યા વગર જ તેઓ પ્રાણીઓના જીવનની રક્ષા સાથે રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં ખૂંખાર દીપડાનો રેસ્ક્યુ હાથ ધરાયેલ છે, ખરેખર આ વીડિયો તમેં જોશો તો તમારા શરીરના રુવાટા ઉભા થઇ જશે. આ વીડિયો છે હરિયાણાનાં પાનીપતનાં બૌકાલી વિસ્તારનો જ્યાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ હતું.અડધી રાત્રે પોલીસ અને વન વિભાગની ટીમ પોતાનો જીવ દાવ પર લગાડીને દીપડાને સહી સલામત રીતે બચાવ્યો પણ દિપડાને પકડતી વખતે ટીમનાં અધિકારીઓ ઘાયલ થયેલ

આ રેશકયુ અંગે ટ્વિટરમાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે દીપડો અધિકારીઓ ઉપર હુમલો કરી દે છે, દીપડાએ SHO સહિત ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. પરતું ટીમે હિંમત હારી નહિ અને ટીમની આ બહાદુરી પૂર્વક કામગીરી બદલ પાણીપતના એસપી શશાંક કુમાર સાવન તેમની કામગીરીને બિરાદવવામાં આવેલ.

આ ઘટના અંગે ટૂંકમાં જાણીએ તો બહેરામપુર ગામમાં દીપડો ફરતો જોવા મળ્યો હતો. ગામમાં દીપડો હોવાની જાણ એક ખેડૂતે બાપૌલી પોલીસ સ્ટેશનને કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. રાત્રીના અંધારામાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અગાઉ બાપોલી અને સનૌલી પોલીસ સ્ટેશનની પોલીસે ગ્રામજનોની મદદથી દીપડાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા બાદ પણ દીપડાને 5 કલાકની મહેનત બાદ 11 વાગે પકડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!