Gujarat

ગામમાં શિકારની શોધમાં આવેલા સિંહ-સિંહણને બળદે ભગાડ્યા જુવો દિલ ધડક વિડીઓ

આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે! આ જ કહેવત હાલમાં એક બળદ પર લાગુ પડી છે.હાલમાં સોશિયલ મીડિયા પર સિંહ-સિંહણ અને બળદ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે એક બળદ પોતાની જિંદગી નો જગ જંગલના રાજા અને રાજા રાણી સામેં જીતે છે. આ વીડિયો ખરેખર આશ્ચય જનક અને ચોંકાવી દેનાર છે.

એક વાત તો સત્ય છે કે,આ વીડિયો કોઈ સામાન્ય નથી કારણ કે, આ વિડિયો તમને એક મહત્વની શીખ પણ આપે છે.હાલમાં જે સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં 21 તારીખે રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહ અને સિંહણની જોડી એક બળદનો શિકાર કરી શકી ના હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સિંહ-સિંહણની જોડી પણ એક બળદનો શિકાર કરવા માટે આવ્યું છે. હવે વિચારશો કે, સિંહ સિંહણ સામેં બળદ તો કંઈ ન કહેવાય અને પોતાનું મોત વ્હાલું કરવું જ પડે પણ આ સત્ય નથી. જો હિંમત અને કાળજુ હોય તો ગમે તેવી જંગ જીતી શકાય છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ગામમાં ફરી રહેલા સિંહ અને સિંહણનો એક રેઢીયાળ બળદ સામે તેમનો સામનો થાય છે. સતત ત્રણ મિનિટ સુધી સિંહ અને સિંહણ બળદ પર હુમલાનો પ્રયાસ કરે છે. પરંતુ, ઠંડીથી બચવા બળદ પર કંતાન અને ગોદળા ઢાંકેલા હોવાના કારણએ સિંહ અને સિંહણ શિકાર કરી શક્યા ના હતા.

તો બીજી તરફ બળદે હોકારા કરવાનું ચાલુ રાખ્યા હતા જેના કારણે સિંહ અને સિંહણ પણ બચતા જોવા મળી રહ્યા છે. ત્રણ મિનિટ સુધી જીવન-મરણનો જંગ ચાલ્યા બાદ બળદ શેરીની અંદર જતો રહે છે, સિંહ-સિંહણ પણ તેની પાછળ જતાં રહે છે. જો કે, તેનો શિકાર કરી શક્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!