Viral video

લગ્નના માંડવે પહોચે એ પહેલા જ વરરાજા સાથે દુર્ઘટના ઘટી! ઘોડાને નચાવતા જે બન્યું એ જોઈને ચોંકી જશો.

હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન પ્રસંગના દિવસે વરરાજાને ઘોડી પર નચાવવો ભારે પાડ્યો. આ વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો. લગ્નને યાદગાર બનાવવા અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના અંગે વધુ જાણીએ તો સૂત્ર દ્વાર જાણવા મળ્યું છે કે
તાજેતરમાં મહિસાગરમાં લગ્ન પ્રસંગ સમયે આવી એક ઘટના બની હતી. જેમાં જાન પ્રસ્થાન સમયે ઉત્સાહમાં આવેલા વરરાજાને ઘોડેસવારી કરવી ભારે પડી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. ખાનપુરના ઘોઘાવાડા ગામમાં તાજેતરમાં એક બનાવ બન્યો હતો. જેમાં જાન પ્રસ્થાન સમયે વરરાજાને લઈને ઘોડો ગબડતા અકસ્માત સર્જાયો હતો.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, જાન પ્રસ્થાન સમયે ઘોડે સવાર વરરાજાને ઘોડા પર બેસાડે છે. આ સમયે વરરાજા ઘોડે સવારી દરમિયાન નાગીન ડાન્સ કરી રહ્યો હોય છે.ત્યારે અચાનક ઘોડો પોતાનું સંતૂલન ગુમાવી દેતા વરરાજાને લઈને ગબડે છે. વરરાજા સાથે નીચે પડે છે. આ ઘટનાને કારણે વરરાજા 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતા જ અફરાતફરી મચી ગઇ હતી.
તેમજ આ ઘટનસમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન પ્રસંગો સમયે આવી અનેક અનિચ્છનીય ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ ઘટના પરથી એ શીખ લેવી જોઈએ કે, આવા અખતરા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!