Gujarat

ઝુકેગા નહીં એવી રિલ્સ બનાવતા લોકો વિશે શું કહ્યું સફિન હસને

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાર થી પુષ્પા ફિલ્મ રિલીઝ થયેલું ત્યાર થી લઈને અત્યાર સુધી લોકોમાં પુષ્પાનું ભૂત ઉતર્યું જ નથી કારણ કે સૌ કોઈ લોકો તેના દિવાના થઈ ગયા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ઝુકેગા નહીં સાલાની ચર્ચાઓ જ થતી હોય છે અને ખાસ કરીને તો સોશિયલ મીડિયામાં આજન યુવાનો ખૂબ જ રિલ્સ બનાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ  ભાવનગર  શહેરના આઈ.પી.એસ અધિકારી સફિન હસને ઝુકેગા નહિ પર રિલ્સ બનવનાર વિશે ખાસ વાત કરી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સફિન હસન એ જીવનમાં ખૂબ જ પરિશ્રમ થકી આજે આ ઉચ્ચ પદવી મેળવી છે. તેઓ પોતાની સાદગી અને નિખાસલ વ્યક્તિત્વના લીધે ખૂબ જ લોકોમાં પ્રિય છે. હાલમાં જ ભાવનગરની એક શાળામાં ધો.9 થી 12માં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં તેમણે બાળકોને પૂછ્યું હતું કે, તમે ક્યારેય પણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે? લોકો પોતાના પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા હોય છે.

તેમણે એમ પણ કહ્યું કે, શાળાનાં શિક્ષકોને કે આમને પોલીસ સ્ટેશનનો વિઝિટ કરવા લઈ જાઓ પણ હું તમને સૌ કોઈને એડવાન્સમાં કહું છું કે, તમે જેવું પિક્ચરમાં જોયું હોય એવું પોલીસ સ્ટેશન નથી હોતું કે, જ્યાં થર્ડ ડીગ્રી ટોર્ચરને એવું બધું અમે નથી કરતા. બાકી હા અમારી પાસે એટલા રસ્તા છે કે જે પેલા રિલ્સ બનાવતા હોય કે ઝુકેગા વાળા એ એકવાર અમારી પાસે આવે એટલે ઝુકે પણ ખરા અને રુકે પણ ખરા. ખરેખર આ વાત તેમની ખૂબ જ સરહાનીય અને લોકોને એક સલામતી અને પોલીસ વિશે ખાસ સંદેશ આપેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!