ઘર કંકાસના લીધે આર્મીમેન એ નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો, ફાયરિંગ કરતા ઘટના સ્થળે મુત્યુ થયું….
સુરત શહેરની જેમ રાજકોટ શહેરમાં પણ દિવસે ને દીવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આજ રોજ એક ઘટના સામે આવી છે, જેમાં એક આર્મીમેન પોતાના ઘરેલુ ઝઘડાના કારણે એક નિર્દોષ વ્યક્તિ પર ફાયરિંગ કરતા ઘટના સ્થળે જ એ વ્યક્તિનું નિધન થઈ ગયું. જે વ્યક્તિ દેશનો રક્ષક છે એ જ વ્યક્તિ જો જાહેરમાં આવી રીતે ઝઘડો કરે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ગુસ્સામાં જીવ લઈ લે તો તેને પછી ભક્ષક કહેવામાં કંઈ ખોટું ન કહેવાય.
ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ માહિતગાર કરીએ કે કંઈ રીતે આ ઘટના બની અને શા માટે આર્મીમેન એ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું? આ તમામ પ્રશ્નો જવાબ આ અહેવાલ દ્વારા મેળવીએ. દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક આ ઘટના બની. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તમે આ વીડિયોમાં જોઇ શકશો કે, આર્મીમેન બંદૂક લઈને સાંઢિયા પુલ પર આવે છે અને જાહેરમાં લોકોને ડરાવે છે.
બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીના પારિવારિક ઝઘડામાં આર્મીમેન અજિલ તેના ભાઈ અર્શીલે અર્શીલની પત્ની સાનિયાના મામાને ઘેર તોડફોડ કરી હતી અને બાદમાં ત્યાંથી જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બબાલ કરી હતી ત્યારે બંને ત્યાંથી પસાર થતા વાહનચાલક સુભાષ દાતી એ વચ્ચે પડી છોડાવવા પ્રયાસ કર્યો હતો.આર્મીમેને પોતાના પરવાના વાળી વેપનમાંથી 3 રાઉન્ડ ફાયરીંગ કરતા સુભાષ દાતીનું દુઃખદ નિધન થયું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુભાષ દાતી GST ઓફિસમાં ફરજ બજાવતા હતા જેનું મોત નિપજતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક દોડી જઈ ફાયરીંગ કરનાર આર્મીમેન તેના ભાઈ સહીત 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી આર્મીમેનની ધરપકડ કરી તેની પાસેથી રાયફલ 315 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
રાજકોટમાં આર્મીમેનના આતંકનો લાઈવ વીડિયો, બંદૂક સાથે મચાવી ધમાલ pic.twitter.com/uTjI2wXveC
— News18Gujarati (@News18Guj) May 19, 2022