સુરત મા માવા ની લીધે એવી જોરદાર બબાલ થઈ કે છરા ખેચાયા ! જુવો વિડીઓ
ખરેખર એ વાત તો સત્ય છે કે, ક્યારે કંઈ ઘટનાઓ ઘટી જાય એ કોઈ નથી જાણતું. વ્યક્તિ કોઈપણ કારણ વિના નજીવી બાબતોમાં ના કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. આ ઘટના જાણીને તમે આશ્ચય પામી જશો કે કંઈ રીતે સુરતમાં માવાને લીધે એવી જોરદાર બબાલ થઈ કે છરા ખેચાયા ! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને તમે પણ ચોંકી જશો.
સુરતમાં દિવસે ને દિવસે એવી ઘટનાઓ બને છે કે, આપણે સપનામાં પણ નાં વિચાર્યું હોય. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના રુસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લિંબાયત સરદારનગર પાસે પાન માવો ખાવા માટે ઊભા હતા. આ જ દરમિયાન કમરુનગર ખાતે રહેતો શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા તેની પાસે આવ્યા હતા.
ત્યારબાદ પાસે આવીને તેમણે માવો અમને ખવડાવ એવું કહ્યું હતું જેથી શકીલે કહ્યું, ભાઈ હું તને શું કામ માવો ખવડાવું, મારા પાસે પૈસા નથી. જેથી શોહેલ અને સમીર બંને ગુસ્સે થયા હતા. તેની સાથે ગાળા ગાળી કરી હતી અને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ બોલાચાલીમાંબંને યુવકોએ ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. દ
રમિયાન શોહેલે કહ્યું કે તને બહુ ચરબી ચઢી ગઈ છે, જેથી તેની પાસે રહેલું ચપ્પુ કાઢી શકીલ ભાઈના પેટના ભાગે ઘસરકો મારી દીધો હતો, જેથી શકીલભાઈએ બૂમાબૂમ કરતાં ત્યાં લોકોનું ટોળું આવી પહોચ્યું હતું. જેથી શોહેલ અને સમીર ભાગી છૂટ્યા હતા. દરમિયાન ભાગતાં ભાગતાં શોહેલે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
હુમલા બાબતે શકીલ ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હુમલાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં આરોપીઓ દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવી રહ્યા છે, એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હાલમાં પોલીસે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના લિંબાયતમાં ટપોરીઓએ ઘરમાંથી ખેંચી યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા#ગુજરાતમિત્ર #Surat #Attack #SuratCityPolice pic.twitter.com/iDcx0llqo7
— Gujaratmitra (@Gujaratmitr) July 13, 2022
