India

વિધાર્થી સાથે ખરાબ કૃત્ય કરનાર આચાર્યનાં રૂમનાં 200 વીડિયો મળ્યા જેમાં એવું જોવા મળ્યું કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દિવસે દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક શાળામાં વિધાર્થી ને નગ્ન કરીને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરવાની ઘટના સામે આવી હતી, ત્યારે હાલમાં જ દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ જ ચોંકાવનારી વાત સામે આવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પુણાની સ્કૂલમાં માસુમને નગ્ન કરી માર મારવાની ઘટના બાદ આ પ્રકરણમાં શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સભ્યને જે અજાણ્યા માણસે પેન ડ્રાઇવ મોકલી છે તેમાં આવા 200 વીડિયો હોવાનું કહેવાય રહ્યું છે. શંકા છે કે કેટલાયે વિદ્યાર્થીઓનું જાતિય શોષણ કરાયું હોય શકે. ત્યારે આ ઘટનાં ખૂબ જ ગંભીર છે.

આ ઘટનામાં જે રૂમમાં માસુમ બાળકને માર મરાયો તેમાં શારિરીક સંબંધ બાંધતા 2 શખ્સ દેખાય રહ્યા છે તે કોણ છે તેના વિશે કોઇ પુષ્ટિ થઇ નથી.પુણાની આ સ્કૂલનંબર 300માં જઇને પુરાવાની ચકાસણી કરી તો વીડિયોમાં આચાર્યનો જે રૂમ દેખાય રહ્યો છે તે અને અહિંયા જે આચાર્યનો રૂમ છે તેમાં કેટલીયે સમાનતા છે.

જાતિય શોષણ પ્રકરણમાં તપાસ સમિતિએ શાળા નં. 300ના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લીધાં હતા. તે વેળાએ દિવ્ય ભાસ્કરેે કરેલા પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં વીડિયોમાં દેખાતું સ્થળ અને શાળાની કચેરીની ઘણી સામ્યતા મળી આવતી દેખાઈ હતી.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે, અમારી ઓફિસે અજાણ્યો વ્યક્તિ પેનડ્રાઇવ મુકી ગયો હતો તેની સાથે એક કાગળ હતું. આ કાગળમાં ‘પેનડ્રાઇવ શિક્ષણ સમિતિના દરેક સભ્યોને આપવામાં આવી છે પરંતુ હજુ સુધી કાર્યવાહી થઇ નથી એટલે તમારા સુધી પેનડ્રાઇવ પહોંચાડી છે’ એવું લખાણ લખ્યું હતું.

પેનડ્રાઇવ જોતા તેમાં જાતિયશોષણના 200 વીડિયો હતા. વીડિયોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે જાતિય શોષણ કરાયું હોવાનું દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં તો કેટલાક વગર યુનિફોર્મમાં છે. તમામ વીડિયો શાળા નંબર 300ના છે અને આચાર્ય ઓફિસ, વર્ગખંડ, બાથરૂમના પેસેજ પણ વીડિયોમાં દેખાતા હોવાનું સુહાગિયાએ જણાવ્યું હતું.

આ ગંભીર ઘટનાને લગભગ 3 મહિના સુધી દબાવી રાખી પાલિકા અને શિક્ષણ સમિતિ હવે એકશન કરવાનો ડોળ કરી રહી છે.ગુરુવારે સમગ્ર ઘટના વીડિયો સાથે મીડિયામાં આવ્યા બાદ તેમજ શુક્રવારે આ મામલે રચાયેલી 3 સભ્યની તપાસ સમિતિના પ્રાથમિક રિપોર્ટ બાદ આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!