નોટુ ભુલી જાવ ! આ જગ્યા પર ડાયરા મા ડોલરો નો વરસાદ થયો , રાજભા ગઢવી, બ્રીજરાજદાન ગઢવી એ રમઝટ બોલાવી દિધી જુવો વિડીઓ
ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓનું આયોજન થાય છે. આમ પણ લોક ડાયરા ઓ અને ભજન કાર્યક્રમ યોજાવવા એ આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓ ગુજરાતી લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોકડાયરાઓનું આયોજન થયું જ્યાં, 10,20,200, 100, 500 અને 2000 ની નોટોનો વરસાદ થયો પણ સાથો સાથ ડોલરનો વરસાદ થયો. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, આખરે આ અનોખો લોક ડાયરો ક્યાં યોજાયો.
હાલમાં જ સુરેન્દ્રનગરમાં યોજાયેલ લોક ડાયરામાં તેમજ ગોંડલ ખાતે યોજાયેલ લોક ડાયરામાંમાં મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી પર જેવી રીતે પૈસાનો વરસાદ થયો હતો. એવી જ ઘટના હાલમાં ફરી બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગરના ખાટકી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 100 ડોલરની નોટોનો વરસાદ થયો હતો.
આ વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઇ શકશો કે, ડાયરના કલાકાર પર 100 ડોલરની નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ થતા ડાયરો વિવાદમાં આવ્યો છે. ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે, સરપંચ અને સંતો પાસે ડોલર ક્યાથી આવ્યા તે એક સવાલ છે. આ ડાયરામાં રાજભા ગઢવી સહિતના લોકસાહિત્યકારોએ રમઝટ બોલાવી હતી.
100, 500 અને 2 હજારની નોટો નહીં 100-100 ડોલરની નોટોનો થયો વરસાદ, જોરદાર વાયરલ થયો છે આ વીડિયો pic.twitter.com/JkYXgh8GJL
— GSTV (@GSTV_NEWS) April 22, 2022
આ સિવાય આ ડાયરામા પૈસાથી છલોછલ સ્ટેજ ભરાય ગયું હતું.મૂળી તાલુકાના ખાટડી ગામે ત્રણ દિવસ શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ મહોત્સવ 19 તારીખથી 21 એપ્રિલસુધી યોજાયો હતો. ત્યારે આ દરમીયાન બ્રીજરાજદાન ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, દિનુભા ચુડાસમા, અપેક્ષા પંડયા, લોકગીત, ભજન, લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. ખરેખર આવો લોક ડાયરો તમે ક્યારેય નહીં જોયો હોય જયા આવી રીતે પૈસાનો વરસાદ થયો હોય.
ખાટકી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 100 ડોલરની નોટોનો વરસાદ pic.twitter.com/1Zo9kXCTfU
— GSTV (@GSTV_NEWS) April 22, 2022
