મા હોય તો આવી! કિંગ ક્રોબા પર બાળકે પગ મૂકી દેતા આ રીતે મોતના મુખમાંથી બચાવ્યો દિકરાને, જુઓ વીડિયો
આ જગતમાં માથી મોટું કોઈ નથી. જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરીને આપણા જીવનને અમૂલ્ય બનાવતી હોય છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ મા પોતાના સંતાનો જીવ બચાવે છે. હાલમાં જ એક માની બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે આશ્ચય પામી જશો. ખરેખર આવી ઘટના ભાગ્યે જ ક્યારેક બનતી હોય છે. આ વીડિયો જોઇને તમને પણ એ કહેવતી યાદ આવી જશે કે મા તે મા બીજા બધા વનવગડાના વા.
આ વાયરલ વીડિયો કર્ણાટકના માંડ્યાનો છે, એવું જાણવા મળ્યું છે અને આ વીડિયોમાં જોવા મળે છે કે ઘરની બહાર એક કોબ્રા સાપ પસાર થઇ રહ્યો હોય છે. આ દરમિયાન ઘરમાંથી માતા પોતાના પુત્ર સાથે બહાર નીકળે છે. બાળક આગળ હોય છે ત્યારે ભૂલથી તે ઘરની બહાર જઈ રહેલા કોબ્રાની બાજુમાં પગ રાખી દે છે. કોબ્રા બાળક તરફ ફેણ ચડાવીને ઉભો થઇ જાય છે. કોબ્રા બાળક પર હુમલો કરે તે પહેલા માતા એક જ ઝાટકામાં બાળકને પોતાની તરફ ખેંચી લેશે.
ખરેખર આ એક ચમત્કાર કહેવાય અને એ મહિલાની સમજદારી કહેવાય કે કંઈ પણ વિચાર્યા વગર પોતાના બાળકને ખેંચી લીધો નહીં તો થોડી સેકન્ડ પણ મોડું થયું હોત તો કોબરાએ બાળકને ડંખ મારી દીધો હોત સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો જોઇને ચકિત રહી જાય છે. વીડિયો જોનાર દરેક માતાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસો પહેલા આવી હતી. જ્યાં એક માતાએ પોતાની ત્રણ વર્ષની પુત્રીને બચાવવા માટે દીપડા સાથે ભાથ ભીડી હતી અને બાળકીને બચાવી હતી. માતા દીપડા પાછળ ભાગી હતી અને દીપડા પર ડંડાથી પ્રહાર કર્યો હતો. જેથી દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો.