India

12 માળે બાલ્કનિમાં લટકીને વ્યક્તિ કસરત કરી રહ્યો છે, વીડિયો જોઈને તમારી આંખો….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઇન્ટરનેટની દુનિયા એવી છે, જ્યાં અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં ઘણીબધી ઘટનાઓ ખૂબ જ વાસ્તવિક હોય છે, જે ખૂબ જ ચેતવણીરૂપ સમાન પણ હોય શકે છે. ત્યારે હાલમાં જ આવી એક ઘટના વાયરલ થઈ છે,જેમાં યુવક બારમાં માળની બાલ્કનીમાં લટકીને એકસાઇઝ કરી રહ્યો છે. કહેવાય છે ને કે,આજમાં સમયમાં દરેક યુવાનો જે જીવનમાં મોજ જ કરવી છે. આવી મોજ ક્યારેક જીવ નાં જોખમનું કારણ બની શકે છે.

આ ઘટના વિશે વધુ માહિતગાર થઈએ તો જાણવા મળ્યું છે કે, આ વીડિયોફરીદાબાદનો છે. એક યુવક એપાર્ટમેન્ટ ના 12મા માળની બાલ્કનીની રેલિંગનો બહારનો ભાગ પકડીને કસરત કરી રહ્યો છે. આ પહેલા તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સોસાયટીના 10મા માળે રહેતી મહિલાની સાડી 9મા માળના ફ્લેટમાં પડે છે.

ફ્લેટ બંધ હોવાને કારણે મહિલાએ તેના પુત્રને ચાદરથી બાંધીને બાલ્કનીમાંથી નીચે ઉતારી હતી. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં હાજર હતા. સોસાયટીમાં જ સામેની બિલ્ડીંગમાંથી કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ પછી સોસાયટી મેનેજમેન્ટે પણ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ફરીદાબાદના સેક્ટર 82માં સ્થિત ગ્રાન્ડુરા સોસાયટીના ઈ-બ્લોકનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સવારે 12મા માળે આવેલા ફ્લેટની બાલ્કનીની રેલિંગને પકડીને બહારની બાજુએ ઝૂલતી કસરત કરી રહ્યો છે. આ વિડિયો પણ સોસાયટીની સામેના બિલ્ડિંગના એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જો કે હવે આ મામલામાં સોસાયટીના પ્રમુખ દીપક મલિકે પણ જણાવ્યું કે આ 56 વર્ષીય વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે. તેમને એક 28 વર્ષનો પુત્ર પણ છે. આ ઘટના બાદ RWAએ આ વ્યક્તિના પરિવારને તેના પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ખરેખર આજના સમયના આવી ઘટનાઓ ખૂબ જ ઘટી રહી છે, તેમજ આ ઘટનાને જોતા એવું લાગે છે કે, દરેક વ્યક્તિ આ ઘટનાઓ પરથી સાવચેત રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!