Viral video

રસ્તે જતા રાહદારીની સામે આવી સિંહણ અને પછી જે થયું એ જોઈને હ્દય કંપી જશે…

આપણે જાણીએ છે કે, સિંહનાં વીડિયો અનેક વાયરલ થતા હોય છે. ખાસ કરીને ગીર અને જુનાગઢ વિસ્તારમાં અવારનવાર સિંહ જાહેર રસ્તાઓ પર જોવા મળતા હોય છે.હાલમાં જ થોડા દિવસો પહેલા રસ્તા પર જતાં એક વ્યક્તિને સામે સિંહ મળ્યો હતો, ત્યારે એ વ્યક્તિ હનુમાન બાપાને યાદ કરવા લાગ્યો અને પળભરમાં એ સિંહ ત્યાં થી ચાલી નીકળ્યો. ત્યારે હાલમાં જ ફરી એકવાર આવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિની સામે સિંહણ આવી જાય છે.

ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, આખરે આ ઘટનામાં શું બન્યું હતું.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જૂનાગઢના માંગરોળમાં એક બાઈકચાલક સાથે જે બન્યું તે કદાચ આજીવન નહીં ભૂલી શકે. રવિવારે સવારે માંગરોળના વ્યસ્ત રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકચાલકની આગળ કોઈ વ્યક્તિ, વાહન, ગાય, બકરી કે શ્વાન નહીં, એક સિંહણ આવી ગઈ હતી. હવે વિચાર કરો કે, જેને નિહાળવવા માટે આપણે સદાય તડપતા હોય એ જો આવી રીતે સામે આવી જાય તો ભલ ભલાને તેની નાની યાદ આવી જાય.

આ વીડિયોમાં જોઇ શકો છો કે, સિંહણ એટલી ઉતાવળમાં રોડ ક્રોસ કરી રહી હતી કે બાઈકચાલક સ્લિપ થઈ ગયો. તે કંઈ સમજી શકે તે પહેલા તો તેણે જોયું કે સિંહણે કૂદકો માર્યો અને નજીકના ખેતરની વાડ ઓળંગીને ગણતરીની સેકન્ડમાં તો ગાયબ થઈ ગઈ. ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

માંગરોળમાં રહેતા લોકો જણાવે છે કે, આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવતા હોય છે જેના કારણે ખેડૂતોને પણ પોતાના ખેતરમાં કામ કરતાં બીક લાગતી હોય છે, ખાસકરીને રાતના સમયે તેમનો ડર વધી જાય છે.ખાસ કરીને જંગલો વિસ્તારમાં આવી ઘટનાઓ બહુ બને છે, જ્યાં સિંહો મુકતપણે વિચરતા હોય છે, ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે.ભાગ્યશાળી કહેવાય જેને આવી રીતે સિંહ ખુલ્લામાં જોવા મળે, બાકી જંગલ રાજા રાણી જોવા માટે લોકો પૈસા ખર્ચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!