વિદેશ મા નોકરી ની લાલચે આ 6 ગુજરાતી બરોબર ના સલવાણા ! એજન્ટ થકી દુબઈ ગયા અને પછી…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં દરેક લોકોને વધારે પૈસા કમાવવાની ઈચ્છા હોય છે અને તેના માટે દરેક લોકો મોટાભાગે વિદેશમાં કામ કરવા માટે અથવા અભ્યાસ માટે જવાનું ઇચ્છતા હોય છે, ત્યારે ચાલો આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીએ જે વિદેશ જતા દરેક લોકો માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે.વિદેશમાં નોકરી ની લાલચે આ 6 ગુજરાતી બરોબર ના સલવાણા ! એજન્ટ થકી દુબઈ ગયા અને પછી જે ઘટના બની એ ખૂબ જ ચોંકાવનાર છે.
આમ પણ મોટેભાગે અનેક ગુજરાતીઓ વિદેશમાં જવા માટે એજનટલોકો નો સહારો લેતા હોય છે પણ મોટેભાગે બને એવું છે કે, ઘણા ફ્રોડ એજન્ટ પણ હોય છે જે લોકો ને વિદેશ મોકલવાનાં નામે છેતરી લેતા હોય છે.વિદેશમાં ગયા પછી એવો અનુભવ થાય છે અને પહેલા દિવસે જ તેમને સમજાય છે કે તેમણે જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એજન્ટ મારફત દુબઇ કે અન્ય ખાડી દેશોમાં જતા લોકોને સાવધાન સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનામાં ગુજરાતના શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાય ગયેલ છે એવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. એન્જટના લીધે બનાવ એવો બન્યો છે કે, હાલમાં 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. વિગત દ્વારા જાણવા મળ્યું છે કે,નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે. આ દુઃખદાયી ઘટના બની જતા આ તમામ લોકોએ એજન્ટની દાદાગીરીનો એક વીડિયો પણ શેર કર્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નોકરીનાં બહાને ખંભાતના જલસણ તેમજ પેટલાદના એજન્ટોએ 5 યુવક અને 1 મહિલાને દુબઇ નોકરી માટે મોકલેલ અને લાખો રૂપિયા લઈ લીધેલ. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ એજન્ટોએ હાથ અધ્ધર કરી દીધા. આ છ લોકોએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે.
UAEમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે.ખરેખર આ ઘટના પરથી એ શીખવું જોઈએ કે ક્યારેય પણ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર ગમે તે એજન્ટ પાસે જવું ન જોઈએ અને વિદેશ જવા માટે પહેલા સપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.
