આ દેશ મા આવ્યુ સૌથી ભયાનક વાવાજોડુ ! ચાલતી કાર પણ હવા મા ફંગોળાઈ ગઈ
કુદરતી આફતો સામે આપણે કંઈ જ નથી કરી શકતા. આ વાત તો આપણે જાણીએ છે, હાલમાં જ આ અમેરિકામાં ટેકસાસમા આવ્યુ સૌથી ભયાનક વાવાજોડુ ! ચાલતી કાર પણ હવા મા ફંગોળાઈ ગઈ. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ કે, આખરે આ ઘટનામાં કંઈ રીતે બની એ આપને જમાવીએ. હાલમાં જ સૂત્ર મુકબ રિપોર્ટ મળ્યા છે કે, અમેરિકાના ટેક્સાસમાં ચક્રવાતી વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં લોકોમાં ગંભીર અસર થઈ છે.
ઓક્લાહોમા શહેરમાં તોફાની પવનના કારણે રસ્તામાં ચાલતી ગાડીઓ સુધી પલટી ખાઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.8 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. આ દરમિયાન 1.5 ઈંચ સુધીના કરા પડી શકે છે. પવનની ઝડપ 75 MPH સુધી રહી શકે છે.
30 વર્ષનું આ સૌથી વિનાશકારી વાવાઝોડું છે. વાવાઝોડું પુરુ થયા બાદ ઓથોરિટી નુકસાનની ગણતરી કરશે.અમેરિકી કંપની પાવર આઉટેજના રિપોર્ટ પ્રમાણે ટેક્સાસમાં આવેલા ચક્રવાતી વાવાઝોડાના કારણે 54 હજાર ઘરોમાં વીજળી સપ્લાઈ બંધ થઈ ગયો છે.હવામાન વિભાગ અનુસાર, ટેક્સાસના જેક્સબ્રોમાં લુલિંગ, રાઉન્ડ રોક્સ અને ઓક્લાહોમાથી ચક્રવાતી વાવાઝોડા ઉભુ થવાના સમાચાર છે.
ટેક્સાસના પોલીસ પ્રમુખે જણાવ્યું કે વાવાઝોડાંના કારણે ઘણી બહુમાળી બિલ્ડિંગ્સ ક્ષતિગ્રસ્ત થયા છે, ઈમરજન્સી સર્વિસ એક્ટિવ છે.CDTએ કહ્યું કે વાવાઝોડાં બાદ ત્રણ શહેરોના 1.4 કરોડ ઘરો પર નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખરેખર આ હાલત ખૂબ જ ગંભીર છે.