એક વિધવા વહુ માટે એક સાસુ એ જે કર્યુ એ ભાગ્યે જ કોઈ કરી શકે ! વધુ ને દિકરી બનાવી અને….
આજના સમયમાં વહુ અને સાસુનાં સંબંધોનાં તમે અણબનાવ વિશે જ સાંભળ્યું હશે પરતું આજે આમે આપને એક એવો કિસ્સો જણાવીશું જેને જાણીને તમારી આંખમાં પણ આંસુઓ આવી જશે. એવું જરૂરી નથી કે સાસુ માટે વહુ હમેશાં પારકી જ રહે છે. આ સમાજમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જેમાં સાસુ વહુના સંબંધ લોકો માટે પ્રેરણાદાયી બની રહે છે. આજે અમે જે ઘટના જણાવીશું એ ખૂબ જ સરહાનીય અને હૃદયસ્પર્શી છે. આ વાત સાંભળી જે તમારી આંખ નમ થઈ જશે.
કહેવાય છે ને કે જો શિક્ષણ હોય તો એ વ્યક્તિ જીવનમાં ખૂબ જ આગળ વધી શકે છે અને જીવનની દરેક મુશ્કેલીઓ સામનો કરવામાં પણ સક્ષમ બને છે. હાલમાં જ મહિલા શિક્ષકે પોતાની વહુ સાથે જે વ્યવહાર કર્યો એ જાણીને તમને પણ આશ્ચય થશે કે શું ખરેખર આવું પણ હોય શકે છે. સાસુ વહુનો સંબંધ લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે તે સાસુ એ વહુ માટે શું કર્યું જેનાં લીધે બંનેની વાત ચર્ચામાં આવી છે.
રાજસ્થાનનાં ઢાઢણ ગામના રહેવાસી કમલા દેવી શિક્ષક છે અને તેમના દીકરાની 25 મે 2016માં લગ્ન થયા હતા અને લગ્નના છ મહિના બાદ બ્રેન સ્ટ્રોક ન લીધે નિધન થઈ ગયું અમે આજ કારણે તેમની પુત્રવધુ પોતાની વહુ તરીકે નહીં પરંતુ દીકરી ની જેમ રાખી અને તેને શિક્ષણ પણ આપ્યું અને આજે તેનું પરિણામ એ આવ્યું છે કે, આજે સુનિતા લેક્ચર છે અને માધ્યમિક શાળા માં બાળકો ને ભણાવે છે.
દીકરા નાં મુત્યુ નાં પાંચ વર્ષ પછી કમલા દેવીએ સુનીતા લગ્ન કરાવીને દીકરીની જેમ સાસરે વળાવી અને ભરખી આંખે તેને સાસરે વળાવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ હ્દયસ્પર્શી છે. પુત્રવધૂ બનીને આવેલી સુનિતા ઘરમાં દીકરી ની જેમ જ રહી અને સાથો સાથ પોતાના માતા પિતાનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે. ત્યારે આજે કમલા દેવી પણ સુનિતા લગ્ન ડૉક્ટર મુકેશ સાથે કરાવ્યા છે ત્યારે દરેક જગ્યા એ સાસુ-વહુના સંબંધની ચર્ચાઓ થઈ રહી છે.