અમદાવાદ ના વિજયભાઈ જેવા ગૌસેવક નહી જોયા હોય ! ગાયો ને પોતાના મહેલ જેવા ઘર મા રાખે અને..
આજના સમય દરેક વ્યક્તિને અનેક વસ્તુઓ સાથે પ્રેમ હોય છે, આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરીશું, જે પોતાનું વૈભવશાલી જીવન છોડીને ગૌસેવા કરી રહ્યા છે. આમ પણ કહેવાય ને કે ગૌ આપણી માતા છે અને ગૌ સેવાથી મોટું પુણ્ય આ જગતમાં બીજું ક્યુ હોય શકે. ગૌમાતાની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને શ્રી કૃષ્ણને તો ગૌ માતા અતિ પ્રિય છે. સ્વયં ઇન્દ્ર દેવના દરબારમાં કામધેનુ ગાય બિરાજમાન છે, ત્યારે આજના સમયમાં લોકો ગૌમાતાનું મૂલ્ય અધિક સમજી રહ્યા છે. ગૌ સેવા તો અનેક વ્યક્તિઓ કરતા હોય છે પણ આજે આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યા છે તેમને તો પોતાનું જીવન ગાયોની સેવામાં સમર્પિત કરી દીધું છે.
આ ભાઈનું નામ છે, વિજયભાઈ પરસાણા છે. તેઓ અમદાવાદ નજીક મણીપુરવડ પાસે વતની છે. તેમની પાસે અઢળક સંપત્તિ છે. તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને આજ કારણે તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, વિજયભાઈ ગાયોને સાચવવા માટે 5 હજાર વારના બંગલામાં એકલા જ રહે છે. વિજયભાઈ ગાયને ભગવાન માને છે.. એટલું જ નહીં તેઓ રોજ ગૌમુત્રનું સેવન કરે છે અને ગાયના છાણથી જ સ્નાન પણ કરે છે. તેમનું કહેવું છે કો,લોકાો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખે છે.
ખાસ વાત એ કે ગાયોને તેમને શણગારવી. તેમને નવડાવવી, તેમની સાથે રમત રમવી અને પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો… ગૌપ્રેમ કહો કાંઈપણ.. પરંતુ આજના સમયમાં આવું સરહાનીય કાર્ય કરવું ખુબ જ કઠિન છે. ત્યારે ખરેખર આ ભાઈની કામગીરી આજે સૌ કોઈ માટે પ્રેરણાદાયક બની છે. તેમને ગાયોના લગ્ન પણ કરાવ્યા છે તેમજ ગાયો અને બળદો માટે અનેક કાર્ય કરતા રહે છે. મહત્વનું છે કો, વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે.
તેમનો આ ગૌ પ્રેમ લોકાોના દીલને સ્પર્શનારો છે. ત્યારે આશા રાખીએ કો, લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે.વિજયભાઈ આજે પોતાની સંપત્તિ અને સમય તેમજ પરીવારને છોડીને પોતાનું જીવન આજે ગાયો માટે સમર્પિત કર્યું છે , ત્યારે ખરેખર વિજયભાઈની નોંધ દરેક વ્યક્તિઓ લેવી જોઈએ અને સૌ કોઈ તેમના પાસેથી ગૌ રક્ષા અને ગૌ પ્રેમનો સંદેશ જરૂર શીખવો જોઈએ. હાલમાં સમાજમાં જ્યારે લોકો ગૌરક્ષા માટે અનેક પગલાઓ ભરી રહ્યા છે, ત્યારે આ ભાઈનો ગૌ પ્રેમ ખરેખર વંદનીય છે. વિજયભાઈ એ કામ કરે છે તેના પરથી એ વાત જરૂર શીખવા મળે છે કે, દરેક પ્રત્યે જીવદયાભાવ હોવો જોઈએ.