ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના ભવ્ય રીતે લગ્ન યોજાયા! આ જાણો કોણે કોણે લગ્નમાં આપી હાજરી…
હાલમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો દીકરો ઋષભ રૂપાણી લગ્નના બંધન બંધાયો છે. હાલમાં વિજયભાઈ રૂપાણીના દીકરાનાં લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ લગ્ન ખૂબ જ વૈભવશાળી અને ભવ્ય રીતે યોજાયા હતા. લગ્નની તસવીરોમાં તમે જોઈ શકશો કે, આ લગ્નમાં રાજકિયક્ષેત્ર સાથે જોડાયેલ દરેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને નવયુગલોને આર્શિવાદ આપ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અંગત જીવન વિશે અને તેમના પરિવાર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. વિજયભાઈ રૂપાણી એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહેલ હતું કે, તેમના પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન થયેલ. વિજયભાઈ અને તેમના પત્ની અંજલિ બંને એક જ કોલેજમાં હતા અને પ્રેમ લગ્નના મંડપ સુધી પહોંચ્યો. ખરેખર આજે બંને સુખી દામ્પત્યજીવન વિતાવી રહ્યા છે, ત્યારે તેમના દીકરાએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. તેમના દીકરાની લવ કહાની ખૂબ જ અનોખી છે.
તમને જાણીને નવાઇ લાગશે કે, રૂષભ અને તેની જીવનસાથી અદિતી વર્ષ 2014થી એકબીજાના પ્રેમમાં હતા. વર્ષ 2007 થી 2013 દરમિયાન રૂષભ રૂપાણી અને અદિતી માંડવીયા બંને ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. વર્ષ 2014માં કોલેજકાળમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. માસ્ટર ડિગ્રી મેળવવા માટે રૂષભ રૂપાણી અમેરિકા ગયા હતા. જ્યારે કે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો કોર્ષ કરવા માટે ગયા હતા.
આ દરમિયાન જ બંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ પણ રહી છે. આ બંનેનો પ્રેમ આખરે લગ્નમાં મંડપ સુધી દોરી આવ્યો. ગઈકાલે એટલે કે, તા.17 એપ્રિલના રોજ વિજય રૂપાણીના પુત્ર રૂષભના લગ્ન થયા છે. હવે ગાંધીનગર ખાતે પણ એક રિસેપ્શન રાખવામાં આવશે. વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નમાં આ નવદંપતીને સહજીવનના પ્રારંભની શુભવેળાએ આશીર્વાદ આપવા માટે અનેક મહાનુભાવો આવ્યા હતા.
રાયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, આર.સી. ફળદુ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, સંસદસભ્ય પૂનમબેન માડમ, રિલાયન્સના પરિમલભાઈ નથવાણી, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા.
આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર એન્ડ ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, એડિટર કાના બાંટવા. કલેકટર અરૂણ મહેશ બાબુ, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, મેયર પ્રદીપભાઈ ડવ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ત્યાગવલ્લભ સ્વામી, સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, ધનસુખભાઈ ભંડેરી, માંધાતાસિંહ જાડેજા.
પ્રદેશ ભાજપના ભરતભાઈ બોઘરા, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કમલેશભાઈ મિરાણી, કુંવરજીભાઈ બાવળિયા, અશોક ડાંગર, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદી ઉપરાંત સ્થાનિક અધિકારીઓ, રાજકારણીઓ, ઉધોગપતિઓ, બિલ્ડરો, તંત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વદંપતિને આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં રોયલ વેડિંગ જેવો આ પ્રસંગ રહ્યો હતો.