કિશીનભાઈની 20 દિવસની દિકરીને ભણાવવાની અને મોટી કરવાની સંપુણ જવાબદારી આ ખાસ વ્યક્તિ એ લિધી ! જેમના વિશે જાણશો તો ખરખેર સલામ કરશો
હાલમાં જ ગુજરાત ના ધંધુકા ગામના માલધારી યુવકની હત્યાનાં કેસની જ ચર્ચા થઈ રહી છે, ત્યારે આ ઘટનામાં હાલમાં જ એક ખૂબ જ હદયસ્પર્શી ઘટના ઘટી છે,જેના લીધે. મૃતકના પરિવારજનોને દુઃખના સમયમાં એક આશાનું કિરણ મળ્યું છે. આપણે આ ઘટના વિશે તમામ વાત જાણીએ છીએ કે કંઈ રીતે કિશનની હત્યા થઈ પરતું આ ઘટના સૌથી દુઃખની વાત એ છે કે, યુવકનું મુત્યુ થતા માત્ર 20 દિવસ ની દીકરીએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી! આપણે સોશિયલ મીડિયામાં અનેક એવી તસવીરોમાં જ્યારે પરિવાર જનોનાં હાથમાં આ દીકરીને જોઈએ ત્યારે આપણી આંખ પણ ભીની થઇ જાય.
આ ઘટનાની જાણ થતાં જ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી તેમજ યુવકને પુષ્પાંજલી અપર્ણ કરેલ તેમજ કહ્યું કે,આ હત્યા અંગે ઝડપી ન્યાયની ખાતરી આપું છું.ગુજરાતમાં બીજી વખત આવી ઘટના ન બને તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. એક તરફ જ્યારે પરિવાર પર આવું દુઃખ આવી ગયું છે, ત્યારે એક આશાનું કિરણ ખીલી ઉઠ્યું!
કહેવાય છે ને કે, આ જગતમાં માનવતા એજ ઈશ્વરનું બીજું રૂપ છે. ઈશ્વર દરેક માનવા માનવતા અર્પિ છે જેના થકી એક માણસ બીજા માણસ ની મદદ અને સાથ આપી શકે. જ્યારે 20 દિવસની દીકરીએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે, ત્યારે આ દીકરીનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન દ્રસ્ટનાં પ્રમુખ શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડ આ દીકરીના વ્હારે આવ્યા છે.પોતાના સમાજ મા જ્યારે આવી દુઃખ ઘટના બની છે, ત્યારે આ પરિવાર ને પોતાનો જ સમજીને દુઃખમાં તો ભાગીદાર થયા પરતું શ્રી વિજયભાઈ આ દીકરીનાં ભણવા થી લઈને લગ્ન સુધીની જવાબદારી ઉઠાવી લીધી છે.
આ સરહાનીય કાર્યની સર્વે માલધારી સમાજ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી ખૂબ જ વખાણ કર્યા છે અને તેમને આ કાર્ય બદલ બિરદાવ્યા છે.શ્રી વિજયભાઈ માત્ર પોતાના સમાજ માટે જ નહીં પરંતુ દરેક સમાજ અને જ્ઞાતિ જનોની સેવા અર્થે કાર્ય કરે છે. તેમનું જીવન સેવાને જ સમર્પિત છે. તેમનું મુળવતન ભડિયાદ (પીર) છે અને એક ખેતી અને પશુપાલન તેંમજ ગોકુલ ડેવેલોપર્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ સમાજની અનેક સંસ્થાઓ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. સમાજના નવયુવાનો માટે અભ્યાસ તથા ભવિષ્ય ઘડતર માટે વીરનર્મદ યુનિવર્સિટી માં એજ્યુકેશન સેમીનારનું આયોજન કરેલ તેમા વકતા તરીકે યુવા પ્રેરક શ્રી જય વસાવડાને આમંતીત કરવામાં આવેલ તથા નવયુવાનોને પ્રોત્સાહીત સાથે માર્ગદર્શન શિબિરનું આયોજન કરે છે.
અત્યાર સુધી તેઓ અનેક સેવાકીય પ્રવુતિઓ કરી ચુક્યા છે અને વર્ષના દરેક દિવસો તેમના સેવા કાર્યોમાં જ વિતે છે.હાલમાં તેઓ સુરતમાં રહે છે અને સૂરત તેમજ આજુબાજુના વિસ્તારો અને ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકો માટે સેવાનાં કાર્યો છે.આ સેવા કાર્યોમાં લોકોને અનાજ વિતરણ તેમજ બાળકોને શિક્ષણની ભેટ અને દિવાળી અને વાર તહેવારોને અનુરૂપ અનેક ભેટો તેમજ રક્તદાન કેમ્પ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યો કરે છે તેમજ વૃદ્ધઆશ્રમ અને અનાથ આશ્રમ, વિકલાંગ બાળકો અને રાહદારી અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે અનેક સેવા કરે છે.
વિજય ભાઈનું જીવન સેવા ને સમર્પિત રહ્યું છે, ત્યારે 20 દિવસની દીકરીની જ્વાબાદરી નિભાવીને ખૂબ જ સારું કાર્ય કર્યું છે. આ કાર્ય થકી પરિવાર જનોને પણ દુઃખમાં સાથ મળ્યો છે. ખરેખર સમાજ પ્રત્યે આટલો પ્રેમ અને લાગણીહોવા ને લીધે તાત્કાલિક જ વિજય ભાઈ આ પરિવાર ની વ્હારે આવીને એક સમાજ સેવક તરીકે ની પોતાની સમાજ સેવક તરીકે ફરજ બજાવી તે બદલ અભિનંદનને પાત્ર છે.