Gujarat

નાનપણ મા એક ઘટના એવી બની કે વડોદરા ના વિજયભાઈ જઠારે 43 વર્ષ મા 12000 સાપોને પકડી રેસ્કયુ કર્યુ જ્યારે એક વખત કોબરા…

ઘણા લોકો એવા હોય છે જે પ્રાણીઓ અને જવજંતુઓ ને છંછેઠતા હોય છે અને પછી ગભીંર પરિણામો ભોગવવાનો વારો આવતો હોય છે તો ક્યારેક આવા જ જીવ જંતુઓ માણસો ના ઘરમા આવી પહોંચતા હોય છે અને મનુષ્ય ને ડંખ મારી દેતા હોય છે ત્યારે એક એવી જ ઘટના બાદ એક વક્તિ એ એવો નિર્ણય કર્યો છે. ભુલ થી લોકો ના ઘરે આવી જતા સાપો નુ રેસ્કયુ કરશે અને સર્પ ના મિત્ર બનશે.

આપણે જે વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ તેમનુ નામ વિજયભાઈ જઠાર છે અને તેવો વડોદરા ના રહેવાસી છે. નાનપણ મા એક એવી ઘટના બની કે જેના કારણે તેવો એ અત્યાર સુધી મા 12 હજાર થી વધુ સાપો નુ રેસ્કયુ કર્યુ છે. અને તેવો એ માત્ર 6 વર્ષ ની ઉમરે પહેલો સાપ પકડી ને રેસ્કયુ કર્યો હતો આવુ કરવા પાછળ એક મુખ્ય કારણ એ હતુ કે નાનપણ મા તમેના પિત્રાઈ ભાઈ નુ સર્પના દંશ થી મોત થયુ હતુ. બસ ત્યાર થી તેવો એ નક્કી કર્યુ કે તેવો સર્પ ના મિત્ર બનશે અને આવુ નેક કામ કરશે.

જો વિજયભાઈ જઠર ની વાત કરવામા આવે તો તેવો છેલ્લા 43 વર્ષ થી આ સેવા આપી રહ્યા છે તેવો મુળ મહારાષ્ટ્ર ના રત્નાગીરી ના છે અને વર્ષો થી વડોદરા મા સ્થાયી થયા છે. વિજયભાઈને નાનપણ મા તત્કાલીન ઝૂ ક્યુરેટર રાજુભાઇ વ્યાસે સાપ પકડવાની તાલીમ આપી હતી ત્યાર બાદ વધુ તાલીમ માટે તેમણે મને GNFCમાં વાઇલ્ડલાઇફ કોમ્પ્લેક્ષના ક્યુરેટર કેપ્ટન તિરુવેંગડમ પાસે ગયા હતા. વિજયભાઈ જઠાર આજે પણ યાદ છે કે તવો એ પ્રથમ સાપ ‘ચેકર્ડ કિલબેક’ પકડ્યો હતો.

વિજયભાઈ છેલ્લા 43 વર્ષ થી એક પણ રુપીયો લીધા વગર સાપ ને રેસ્કયુ કરવાનુ કામ કરે છે અને તેવોનુ માનવુ છે કે સર્પ હંમેશા ભુલ થઈ લોકો ના ઘરે આવતા હોય છે અને લોકો પર ડર ના કારણે સ્વ વચાવ માટે તે લોકો પર હુમલો કરતા હોય છે ત્યારે તેવો આવા દરેક સાપો ને બચાવવા માંગે છે. જે ભુલ થઈ લોકોના ઘર મા ઘુસી ગયા હોય. વિજયભાઈ જઠાર નુ કહેવુ છે કે તેવો સર્પમિત્ર તરીકે જીવ્યો છું, સર્પમિત્ર તરીકે જ હું મરીશ.

એક વખત તો એવુ પણ બન્યુ હતુ કે વિજયભાઈ જઠાર ને છંછેડાયેલા કોબ્રાએ તેને ડંખ માર્યો હતો અને તેમનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. જોકે મોતના મુખમાંથી બહાર આવ્યા પછી પણ મેં સાપ પકડવાની સેવા બંધ કરી નથી. આજે પણ સાપ દેખાયાનો કોલ આવતાં જ તેવો સાપ પકડવા માટે પહોંચી જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!