સિક્યુરિટી ગાર્ડ અને કસ્ટમર કેરમાં કામ કરનાર વિજય સુવાડા બન્યા લોકપ્રિય કલાકાર અને હવે રાજકારણ મા..
આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેને પોતાના જીવનમાં અનેકગણું સઘર્ષ કર્યું હતું અને આજે તેઓ લોકપ્રિય કલાકાર છે, ત્યારે ખરેખર તેમનું જીવન લોકોને સ્પર્શી રહ્યું છે. ખરેખર આજે તેમના કંઠે ગાવયેલું ગીત ખૂબ જ લોકપ્રિય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, તેંમના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેઓ ખૂબ જ ખરાબ દિવસો જોયેલ હતા પરતું આજે તેઓ વૈભવશાળી જીવન જીવે છે અને સાથો સાથ લોકસેવામાં એટલા જ કાર્યરત છે.
આપણે વાત કરી રહ્યા છે, વિજય સુવાળાની જેમને લોકો વિજય ભુવાજી તરીકે પણ ઓળખે છે. વિજય સુંવાળા ગુજરાતના લોકપ્રિય સિંગર છે. એ વાત પણ આપણે જાણીએ છે કે, હાલમાં તે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે. વિજય સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે અને હવે સેવા અર્થે કાર્ય કરશે.
ચાલો આજે આપણે તેમના વિશે જાણીશું. વિજય રબારીનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું કડી તાલુકામાં સુંવાળા નામનું ગામ છે વિજય સરનેમ રબારી છે અને સુંવાડા તેમના ગામનું નામ છે. વિજય ભાઈ જયારે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સ્કૂલના એક કાર્યક્રમમાં ગાવા માટેનો ભાગ લીધો હતો.વિજયનો અવાજ સારો હોવાથી શિક્ષકોએ પ્રાર્થના ગાવાની ખુબજ પ્રેક્ટિસ કરાવી અને વિજય નું પર્ફોમન્સ સારું રહ્યું આથી તેમના શિક્ષકો અને પરિવારના લોકોએ એવી સલાહ આપી વિજય તારો અવાજ સારો છે.
ગાવામાં શીખવામાં મહેનત કરવી જોઈએ એટલે વિજયભાઈ ને વધુ પ્રેરણા મળી વિજય ભાઈના કુટુંબમાં પાઠ નિમિત્તે રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેઓ સૌ પ્રથમ વાર સ્ટેજ પર ચાર ગીત ગાયા હતા એ દિવસ પછી પાછળ ફરીને નથી જોયું. એક સમય એવો હતો કે વિજય સુવાળાએ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી છે. તેમણે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલમાં સિક્યુરિટીની નોકરી હતી. બાદમાં તેમણે વોડાફોન કસ્ટમર કેર અને મારુતી સુઝુકીના કસ્ટમર કેરમાં નોકરી કરી હતી.
વિજય ભાઈ શરૂવાતમાં ભજન ગાતા અને વિજયભાઈ વિહતમાતાના ભુવાજી છે.અને તેમને માતાજીની રેગરી ગાવાનો ખુબજ શોખ છે. તેઓ રેગરી કરવાનું તેમના પિતા અને દાદા જોડેથી શીખેલા ટૂંકમાં વારસામાં જ તેમને મળેલ છે. આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવી રહ્યા છે અને તેમને પ્રિયંકા દેસાઈ સાથે લગ્ન કરેલ અને આ લગ્ન ખૂબ જ ધામધૂમથી થયેલ. ખરેખર વિજય ભુવાજીનું જીવન ખૂબ જ વૈભવશાળી છે તેમનું વ્યકિત્વ ખૂબ જ નિખાલસ પૂર્ણ છે અને અભિમાન ક્યારેય નથી.આવા કલાકારો ભાગ્યે જ જોવા મળે.