ટેલિકોમ કંપનીમાં કામ કરનાર વિજય સુવાળા આવી રીતે બન્યા લોકગાયક કલાકાર અને આજે “આપ” છોડી ભાજપમાં જોડાયા…
હાલમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતી ગાયક કલાકાર વિજય સુંવાળા ની જ ચર્ચાઓ થઈ રહી છે! તેનું એક માત્ર કારણ એ છે કે, વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીને છોડીને આજે ગાંધીનગર ખાતે કમલમમાં વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપ પાર્ટી અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ ગાયક કલાકાર વિજય સુવાળાનું ભાવપૂર્વક પાર્ટીમાં સ્વાગત કરેલ.જ્યારે આપમાં વિજય જોડાયા હતા ત્યારે પણ એટલા જ ચર્ચાઓમાં આવ્યા હતા અને અચનાક થોડા મહિના પાર્ટીમાં રહ્યા બાદ અચાનક પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગયો હતો.
આજ રોજ ભાજપમાં જોડાતા તેમના ચાહકો પણ ચોંકી ગયા છે. હવે તમે જ વિચાર કરો કે, કોણ છે આ વિજય સુંવાળા જેને આટલું બધું માન સન્માન આપવામાં આવી રહ્યું છે, એ વિજય સુવાળાનાં વ્યક્તિત્વ અને તેમની લોકપ્રિયતા જ કારણ છે! ચાલો અમેં જણાવીએ કે જેના લાખો લોકો ચાહક છે, એવા વિજય સુવાળા ગુજરાતનાં લોકપ્રિય કલાકાર કંઈ રીતે બન્યાં..
ગુજરાતમાં પોતાના સુરીલા કંઠે લોકોનું દિલ જીતનાર વીજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈએ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચતા હતા અને વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા.તેમની આર્થીક પરિસ્થિતિ ખૂબ જ દયનિય હતી. વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.
મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હતો. આ પ્રસંગે માતાજીનો માંડવા હતો ત્યારે ગણપતિનું ભજન ગાયું હતું. પરિવારના લોકોએ પૈસાની ઘોર કરી અને ભજનિક રમેશ રાવળે અવાજના વખાણ કર્યા તો ગાયક બનવાનો વિચાર આવ્યો. પિતાના મિત્ર ગોવિંદભાઈ ભરવાડના ઘરે ભજનમાં જતા ત્યારથી ન ખબર પડતા ગાયક બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. દુરદર્શનમાં ભજનોનું રેકોર્ડિંગ થતું ત્યારે પણ ઓડિયન્સમાં બેસવા જતા હતા.વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડ્યુ.
આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા. રણાસણ ગામમાં એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા હતા. આજે હવે તે ગુજરાતનાં લોકપ્રિય સિંગરોમાં મોખરે છે અને વિહત માતા નાં પરમ ઉપાસક ભુવાજી હોવાને નાતે સદાય લોક સેવામાં કાર્ય રત રહે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે અને ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતમાં કોઈ રાજીકીય હોદ્દો મળે તો પણ નવાઈ નહીં!
