એક સમયે નમકીનનો ધંધો કરતો વીજુ આવી રીતે બની ગયો ગુજરાત નો સૌથી મોટો લિકર માફિયા ! તેનુ પુરુ નામ જા..
હાલ ના સમય મા ગુજરાત મા લિકર માફીયા ઓ મા ફફડાટ ફેલાયો છે જેનુ મુખ્ય કારણ છે કે ગુજરાત મા સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે છેલ્લા મહીના મા લાખો રુપીઆ નો દારુ ઝડપી પાડ્યો અને ગુજરાત નો સૌથી મોટો લિકર માફિયા તરીકે ઓળખાતો વીજુ કેવી રીતે આટલો મોટો લિકર માફિયા બન્યો તે જાણી ને ચોંકી જશો.
વિજુની વાત કરવા મા આવે તો વડોદરાના આજવા રોડ વિસ્તારના વિનોદ ઉર્ફે વીજુ મુરલીધર ઉદવાણી પર અત્યાર સુધી મા 60 થી વધુ ગુનાઓ નોંધાયા છે. વીજુ આજથી 20-25 વર્ષ પસેલા નમકીન નો ધંધો કરતો હતો જ્યારે તેના પિતાની વાત કરવા મા આવે તો આજ થી 15 વર્ષ પહેલા જ દુનયા છોડી ને વયા ગયા છે. જ્યારે ગુજરાત ના અન્ય મોટા લીકર માફીયાનો હાથ પકડી વિજુ દારુ ના ધંધા મા પ્રવેશ કર્યો હતો.
વીજુ ની સ્ટોરી એક ફીલ્મ સ્ટોરી થી કમ નથી અન્ય નામચીન ગેંગસ્ટર ની હત્યા મા પણ તેનુ નામ આવ્યુ અને ત્યાર થી ગુનાહિત પ્રવૃતિઓ નો દોર ચાલુ થયો હતો. સામાન્ય કેરિયર થી કાળા કારોબારમાં સંકળાયા બાદ મારામારી,ખૂન ખરાબા,ખંડણી,ધાક ધમકીઓ દ્રારા પગદંડો મજબૂત બનાવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષો થી ગુજરાત સૌથી મોટો લિકર માફીયા બની ગયો હતો.
મિડીઆ રીપોર્ટ અનુસાર વીજુ પાસે કરોડો રુપીઆ ની સંપત્તી હોવાનું મનાઈ રહ્યુ થોડા મહીના અગાવ ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અનેક અકાઉન્ટ ફ્રીઝ કરવા મા આવ્યા હતા આ ઉપરાંત અનેક વીજુ થોડા સમય પહેલા જ દુબઈ નાસી ગયો હતો. એવુ કહેવામા આવી રહ્યુ છે વીજુ જ્યારે મુંબઈ સારવાર માટે ગયો ત્યાથી જ દુબઈ નાસી ગયો હતો જ્યાર બાદ તેની વિરુદ્ધ વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવા મા આવી હતી.
બે દિવસ અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે વીજુ સિંધી ની દુબઈ મા ધરપકડ કરવામા આવી છે પરંતુ આ બાબતે કોઈ સત્તાવાર માહીતી સામે આવી નથી.