આ ગુજરાતી ઉદ્યોગપતિ એક સમયે ઓળખાતા હતા “પૈન કીંગ” તરીકે પરંતુ સમય એવો બદલાયો કે હાલત..
મિત્રો સમય એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે પલટાય જતો હોય છે, ક્યારેક સમય જીવનને સુખી બનાવી દેતો હોય છે તો ક્યારેક સમય આપણને કપરા સંજોગોમાં મૂકી દેતો હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે વિક્રમ કોઠારી વિશે વાત કરવાના છીએ, જેને એક સફળ બીઝનેસ મેં તરીકે કારોબારી જગતમાં ઘણા બધા જંડા ગાડ્યા હતા પણ તેઓએ કરેલ એક ઘોટાળાએ તેઓની પરિસ્થિતિ જ બદલી નાખી હતી.
વિક્રમ કોઠારી મનસુખ કોઠારીના સુપુત્ર હતા, વર્ષ 1992માં રોટોમૈક બ્રાંડની શરુઆત કરી હતી. તેઓની આ બ્રાંડની 90ના દશકમાં ખુબ જ સફળતા મળી અને લોકો વિક્રમ કોઠારીને પેન કિંગના નામથી ઓળખવા લાગ્યા હતા. વિક્રમ કોઠારીએ રોટોમૈકના આ કારોબારને 38 દેશમાં ફેલાવી દીધો હતો. ધીરે ધીરે આ બ્રાંડનો દબદબો વધવા જ લાગ્યો હતો કારણ કે તે સમયમાં સલમાન ખાન અને રવિના ટંડન જેવા મહાન કલાકરો બ્રાંડ એમ્બેસેડર હતા.

વિક્રમ કોઠારીના પિતા મનસુખભાઈ કોઠારીએ પાન પરાગ નામના ગુટખા નામની કંપનીની સ્થાપના કરી હતી જે આગળ જતા વિક્રમ કોઠારીએ જ સંભાળી લીધી હતી, એવામાં વિક્રમ કોઠારીને કાનપુરમાં ગુટખા કિંગ તરીકેનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. વિક્રમ કોઠારી અને દીપક કોઠારી વચ્ચે આપસી વિવાદ થતા પ્રોપર્ટીના ભાગલા પડી ગયા હતા. જેમાં દીપક કોઠારીના ભાગમાં પાન પરાગ ગુટખાનો આ વ્યવસાય આવ્યો હતો જયારે વિક્રમ કોઠારીના ભાગમાં સ્ટેશનરીનો વેપાર આવ્યો હતો.
બે દશકો સુધી રોટોમૈક કંપનીનો સિક્કો ચાલ્યો પણ વર્ષ 2010માં ધીરે ધીરે આ કંપનીનું પતન થવા લાગ્યું કારણ કે તે સમયે બીજી ઘણી પેન કંપનીઓ માર્કેટમાં આવી ગઈ હતી, એટલું જ નહી વિક્રમ કોઠારીએ જે બીજા કારોબારમાં પૈસા રોક્યા હતા પણ તે કારોબાર પણ સફળતા ન મળતા વિક્રમ કોઠારીને પોતાની હેસિયતથી વધારે લોન લેવાની ફરજ પડી હતી. વર્ષ 2018માં વિક્રમ કોઠારીની વિદેશ જવાની ખબર મળતા સીબીઆઈએ વિક્રમ અને રાહુલની ધરપકડ કરી લીધી હતી.

આમ તો વિક્રમ કોઠારીએ કારોબાર જગતમાં ઘણું નામ કમાયું પણ તેના દ્વારા કરવામાં આવેલ એક ઘોટાળાએ શહેરના સૌથી મોટા ફ્રોડ બનાવી દીધા હતા. વિક્રમ કોઠારીએ વોશિંગ પાવડર અને ડાયમંડના અનેક કારોબારમાં હાથ અજમાવ્યો હતો જેના લીધે તેઓએ 3800 કરોડ રૂપિયાની લોન અલગ અલગ બેંકો માંથી લીધી હતી, એવામાં આ રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત 7000 કરોડ રૂપિયા બની ગઈ હતી.
જાણવામાં આવ્યું છે કે શરુઆતમાં મનસુખ ભાઈના નામ પરથી બીડીનો વ્યવસાય શરુ કરવામાં આવ્યો હતો જેના માટે બેંક ઓફ બરોડા પાસેથી લોન પણ લીધી હતી, આ કારોબાર સફળ થતા નવો મુકામ હાંસલ થયો હતો એવામાં વ્યસાયના ભાગલા પડ્યા બાદ પિતાએ વિક્રમ કોઠારીને ત્રણ કરોડ રૂપિયા પણ આપ્યા હતા. તિલક નગરમાં આવેલ ઘણા મોટા મોલમાં વિક્રમ કોઠારીની હિસ્સેદારી રહી હતી, એટલું જ નહી ગુજરાતના ઘણા ઉદ્યોગપતિ સાથે તેઓ સબંધ ધરાવતા હતા. વિક્રમ કોઠારીએ અલગ અલગ બેંકો માંથી નફો ઓછો હોવા છતાં 7000 કરોડ રૂપિયાની લોન લીધી હતી આથી સીબીઆઈએ તેઓની ધરપકડ કરી લીધી હતી, જેમાં ઘણા મોટા ખુલાસા થયા હતા.
સો કરોડથી ઓછો નફો ધરાવતી કંપનીને ત્રણ હજાર કરોડથી થી વધારે લોન બેંકે આપી હતી, આથી સાત બેંકોમાં ઘણી વખત કંસોટીર્યમ ઓડીટ થયું પણ અનિયમિતતાને પકડી શકાયું નહી. સિબિઆઇ જાંચમાં એવું સામે આવ્યું છે કે વિક્રમ કોઠારીએ આયાત નિકાસના ધંધામાં ઉતર્યા હતા પણ આ વ્યવસાય ફક્ત દસ્તાવેજ પુરતો જ સીમિત રહ્યો હતો.
