રામપરા ગામના સરપંચે ગળાફાંસો ખાય મૌતને વ્હાલું કર્યું! મૌતનું કારણ જાણી તમને આંચકો લાગશે…
હાલમાં જ રામપરા ગામના સરપંચએ આત્મહત્યા કરી લેવાથી ચારો તરફ ચકચાર મચી ગયો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, ઠેકેદાર સંજય વારંવાર સરપંચને ફોન કરી રૂપિયાની માંગણી કરી હેરાન કરતાં હોવાને લીધે સરપંચે ફાસો ખાઈ જીવન ટુકાવ્યું છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ
આશરે એક વર્ષ પહેલા રામપુરા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બની સરપંચ પદે કાર્યરત વિજયભાઈ બાબુભાઈ રાઠોડ નો મૃતદેહ પોતાના ઘરમાં જ પતરાની છત ઉપરના પાઇપમાં સાડીના ટુકડા બાંધી ઘરે ફાસો ખાઈ લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.પરિવારને જાણ થતા જ તત્કાલિક દવાખાને લઈ જતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો લીધેલ. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના મોબાઈલમાં ત્રણ દિવસ પહેલા તારીખ 10મી એ કરેલી એક ચેટ નોટ મળી હોવાનું જણાયું હતું.
બારડોલી રૂરલ પોલીસ મથકે પ્રાથમિક ફરિયાદ આપતા મૃતકના મોટાભાઈના જણાવ્યા મુજબ મૃતકની પત્ની સાથે તેઓને થયેલી વાતચીત મુજબ રામપુરાના પટેલ ફળિયામાં અલગ અલગ યોજના હેઠળના સીસી રોડના કામમાં સંજય નામના કોન્ટ્રાક્ટર સાથે નાણાકીય લેતી દેતી બાબતે ભારે પ્રેશર કરાતા મૃતક તાણ અનુભવતો હતો.સીસી રોડના કામમાં મંજૂરી કરતા વધારે કામકાજ થઈ જતા કોન્ટ્રાક્ટરે રામપુરાના તલાટી કમ મંત્રી દિપક ચૌધરી સાથે મળી વધારાનું બિલ બનાવ્યું હતું. બીજી એજન્સીમાં બિલ મૂકી પાસ કરાવ્યુ હતું પણ કામ તો ચોક્કસ થયું જ હતું તે ચોક્કસ કહું છુ આવો મેસેજ હત્યા અગાઉ વિજયભાઈએ લખ્યો હતો.
પત્ની, એક પુત્રી અને માતા પિતા રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે સરપંચ વિજય રાઠોડે પગલું ભર્યું.રામપુરા ગામના પટેલ ફળિયાનો સીસી રોડના કામ માટે 15માં નાણાપંચમાંથી 1. 07 લાખ તથા તાલુકા પંચાયત સ્વ ભંડોળમાંથી રૂ. 3 લાખ ફાળવાયા હતા. 15 દિવસ પૂર્વે ડુપ્લિકેશનની ફરિયાદ આવતા, રામપુરાના સરપંચ અને તલાટીને પૂછપરછ માટે બોલાવાયા હતા. જે સમયે અલગ અલગ યોજનાના કામો પૂર્ણ થયા હોવાનું જણાયું હતું.