ગુજરતના શ્રેષ્ઠ ગામડા માથી હિંમતનગર નુ આ એક ગામ ! એવોર્ડ નુ લાંબુ લિસ્ટ
ગુજરાતમાં અનેક એવા ગામ આવેલા છે, જે પોતાનાની વિશેષતાઓના લીધે ખુબ જ વખાણય છે,ત્યારે આજે અમે આપને એક એવા જ ગામ વિશે જણાવીશું જે ગામને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. આ ગામને એટલે હિંમતનગરનુ તખતગઢ!કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા જલસમૃધ્ધ ભારતના દ્રષ્ટિકોણને સાર્થક કરવા જે કોઇપણ સંસ્થા, વ્યક્તિ સંગઠન, જિલ્લો, રાજ્ય દ્વારા પ્રયાસ થયા હોય તેને રાષ્ટ્રીય જલપુરસ્કાર આપવાની ત્રણ વર્ષથી શરૂ કરાયેલ પરંપરા અંતર્ગત ગત 7 જાન્યુઆરીએ કેન્દ્રિય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના જલસંચય અને કરકસરયુક્ત ઉપયોગને ધ્યાને લઇ દેશના વેસ્ટઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પ્રથમ સ્થાને પસંદગી કરતા તખતગઢ ગામે જિલ્લાનુ પણ ગૌરવ વધાર્યું છે.ખરેખર આ ખુબ જ ગૌરવની વાત કહેવાય.
આ ગામની સરહાનીય કામગીરી બદલ એવોર્ડ નવાજવામાં આવેલ છે. બે હવાડા, ઘર ઘર નલ – હર ઘર જલનું સૂત્ર તે સમયે સાકાર કરાયેલું. હાલમાં જ પીવાના પાણી માટે વોટર વર્કસ100% લોકભાગીદારીનું ઉદાહરણ ઇ.સ. 1965માં શ્રીમતી ગોમતીબેન શામજીભાઈ ધોળુએ પૂરુ પાડયું હતું.
તખતગઢ ગુજરાતનું પ્રથમ મોડલ વાસ્મો અંતર્ગત 24×7 ઘેર ઘેર પીવાનું પાણી મીટર દ્વારા આપતું પ્રથમ સ્માર્ટ ગામડું બન્યું છે.
ગામનો કૃષિક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે કારણ કે, પ્રગતિશીલ ખેડૂતોની આવડત અને કૌશલ્યથી એક સમયે તખતગઢને કપાસનો ગઢ કહેવાતો.આજના સમયમાં ખેતી પદ્ધતિથી આજુબાજુના ગામના ખેડૂતોએ ખૂબ જ પ્રભાવિત થયા હતા. વિકાસ માટે પાણીના સંગ્રહ માટે ચેક ડેમો તળાવ ગામલોકોની લોકભાગીદારીથી ગામને સમર્પિત કરાઈ છે.કપાસનો પાક જોવા માટે વિદેશી ખેડૂતો જેવાકે સુદાન દેશના ખેડૂતો એક ખાસ મુલાકાત લીધેલી.
રાષ્ટ્રીય કક્ષાએથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ, મણિપુર તથા મેઘાલય રાજ્યના જાગૃત ખેડૂતો પણ તખતગઢની મુલાકાત લીધેલ છે.આ ગામને અત્યાર સુધી બેસ્ટ ગ્રામપંચાયત એવોર્ડ, ગોકુળિયું ગ્રામ પુરસ્કારમ, નિર્મળ ગ્રામ પુરસ્કાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, સ્વચ્છગ્રામ પુરસ્કાર, મહિલા પાણી સમિતિ સશક્તિકરણ પુરસ્કાર, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામપંચાયત જેવા પુરસ્કાર આપવામાં આવ્યા છે.