Gujarat

આ ગામ મા અનોખા લગ્ન યોજાયા : યુવકે પોતાની નાની દીકરીઓની સાક્ષીમાં એક માંડવે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા કારણ કે. .

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ખબર વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં એક ગામમાં યોજાયેલ લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. વાત જાણે એમ છે કે, યુવકે પોતાની નાની દીકરીઓની સાક્ષીમાં એક માંડવે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા કારણ જાણીને તમને પણ આશ્ચય થશે. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. આપણે જાણીએ છે કે, લગ્ન માટે અનેક યુવાનો પોતાની જીવનસંગિની શોધતા હોય છે પણ યોગ્ય કન્યા નથી મળતી ત્યારે આ યુવાન એક નહિ પણ બે યુવતીઓ સાથે લગ્ન કરી રહી છે.

છત્તીસગઢના કોંડાગાવમાં આ અનોખા લગ્ન યોજાયા હતા.
આ લગ્નમાં રસપ્રદ વાત એ છે કે આ વર બે બાળકનો પિતા છે. જે યુવતીઓ સાથે તે લગ્ન કરી રહ્યો છે તે બંને તેની પ્રેમિકાઓથી તેને એક-એક પુત્રીઓ પણ છે. લગ્ન માટે બંને વધુઓ તેમની દિકરીઓને લગ્નના મંડપમાં પહોંચી હતી. હવે તમને વિચાર આવશે કે આ યુવકે એક સાથે બે યુવતી સાથે લગ્ન કેમ કર્યા.

આડેંગાની રહેવાસી દુર્ગેશ્વરી મરકામના પરિવારના સભ્યોએ પહેલા ગામના જ રજનસિંહ સલામ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેની સગાઈ પણ થઈ હતી અને દુર્ગેશ્વરી રહેવા માટે રજનસિંહના ઘરે આવી ગઈ હતી. થોડા સમય પછી તેણે એક દિકરીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન રજનસિંહને આંવરી સન્નો બાઈ ગોટા સાથે પ્રેમ થયો હતો.રજનસિંહ અને સન્નોનો પ્રેમ એટલો આગળ વધી ગયો કે તે ગર્ભવતી થઈ ગઈ હતી. તેણે પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

આ વાતની જ્યારે લોકોને જાણ થઈ ત્યારે સમાજમાં વાતો થવા લાગી અને બંને પ્રેમિકાઓને વાંધો ન હોવાથી સમાજની રજા લઈને રજનસિંહે બંને યુવતીઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને આખરે ધામધૂમથી લગ્ન કરાવ્યા. સમાજ અને પરિવારની રજા પછી લગ્નની કંકોત્રી છપાઈ હતી. તેબંને યુવતીઓના નામ લખવામાં આવ્યા હતા. આ લગ્નમાં ઉમલા સહિત આસપાસના 500થી 600 લોકો આશીર્વાવાદ આપવા પહોંચ્યા હતા. ખરેખર આ લગ્ન ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!