ગુજરાત ના આ ગામ જોડીયા ભાઈ જેવા ! પરંતુ રાજાશાહી સમય બન્ને વચ્ચે એક દિવાલ છે જેનુ કારણ…
આજના સમયમાં એવા અનેક ગામો છે,જે પોતાની ઓળખ ધરાવતા હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે મુખ્યત્વે ગામડાઓ અને આજુ બાજુના ગામ વચ્ચે થોડું અંતર હોય છે પણ આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવશું કે તમને આશ્ચય થશે. વાત જાણે એમ છે કે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ભાટવરગામ અને ભાટવરવાસ એવા બે ગામો છે કે જેના વચ્ચે ફક્ત એક દીવાલનું અંતર છે.
આપણે અત્યાર સુધીમાં એવા ઘર જોયા હશે જેના વચ્ચે દીવાલ કરી હોય પણ આ ગામ તો પાસે હોવા છતાંય અનેક ગણું અંતર છે. વાત જાણે એમ છે કે, વચ્ચે માત્ર દીવાલનું અંતર હોવા છતા ગામમાં શાળા, પાણીનો કૂવો, પંચાયત ભવન સહિતની અલગ અલગ સુવિધાઓ છે. બંને ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, અહીં આવતો અજાણ્યો વ્યકિત એક ગામમાં જવાના બદલે અન્ય ગામમાં પહોંચી જાય.
માત્ર એક જ દીવાલ નું અંતર હોવું એ ખૂબ જ સરહાનિય બાબત છે. આ ગામની એક દીવાલ પાછળ બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં આવેલા ભાટવરવાસ અને ભાટવરગામની ભૌગોલિક સ્થિતિ ભુલભુલામણી ભરેલી છે. કારણ કે બંને ગામના નામ મળતા આવે છે અને ગામો વચ્ચેનું અંતર પણ ફક્ત એક દીવાલ જેટલું જ છે.ગામની સ્થિતિ પણ એકસમાન છે.
આ ગામ દરેક ગામની જેમ અલગ અલગ છે અને નીતિ નિયમો પણ અલગ ખરા એટલું જ નહીં પંચાયતો સહિતની સુવિધા અલગ અલગ કરવામા આવતી હોય છે. પરંતુ, ભાટવરવાસ અને ભાટવર ગામ એવા ગામો છે કે જે વર્ષોથી બાજુ બાજુમાં હોવા છતા શાળા, કૂવો, પંચાયત ભવન સહિતની તમામ સુવિધાઓ અલગ અલગ ધરાવે છે.આ ગામ હાલના સમયમાં અલગ નથી થયા પણ રાજાશાહી સમયમાં બનાવવામા આવેલી દીવાલ છે.
આ ગામ અલગ થવા પાછળ એક મહત્વનું કારણ એ છે કે, અહીંયા વર્ષો પહેલા ભાટવર ગામ વાવ સ્ટેટમાં આવતું હતું. ગામનો કરવેરો પણ વાવ સ્ટેટમાં ભરાતો હતો. ભાટવર ગામ અને ભાટવરવાસ એમ બે ભાગ થતા ભાટવર ગામનો કરવેરો વાવ સ્ટેટમાં અને ભાટવરવાસનો કરવેરો દિયોદર સ્ટેટમાં ભરવામા આવતો હતો અને ત્યારે જે દીવાલ બનેલ એ આજે હયાત અને એ જ નિતી નિયમ છે.ખરેખર આવું ગુજરાતનું અનોખું ગામ એકવાર તો મુલાકાત લેવા માટે યોગ્ય જ છે.
