એક એવું ગામ જ્યાં એક પણ નથી મુસ્લિમ, તેમ છતાં દરરોજ અદા થયા છે 5 સમયની નમાજ
ભારત દેશમાં હિન્દૂ અને મુસ્લિમ બંને ધર્મના લોકો છે, આજના સમયમાં સતત લોકો ધર્મમાં ભેદભાવ કરે છે, પરતું કહેવાય છે ને કે આ જગતમાં ઈશ્વર અલ્હા બધું જ એક છે. હિન્દૂ હોય કે મુસલમાન એ વ્યક્તિમાં કોઈપણ જાતનો ફરક નથી અને સૌથી મોટી વાત તો એ છે કે, માનવતા જ એ સૌથી મોટો ધર્મ છે. આજે અમે આપને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ જણાવીશું. અત્યારે આપણે અનેક એવા સ્થાનો વિશે સાંભળ્યું હશે જ્યાં મુસ્લિમની મસ્જિદમાં હિન્દૂ પણ જાતા હોય જે કોમી એકતાનું પ્રતિક ગણાતું હોય છે.
આજે આપણે એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં તેમ છતાં દરરોજ અદા થયા છે 5 સમયની નમાજ. આ વાત જાણીને તમને વિશ્વાસ નહિ આવે પરતું આ વાત ખૂબ જ હદયસ્પર્શી અને સરહાનીય છે. આ ગામનાં લોકો પાસેથી એવા દરેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ જે હિન્દૂ મુસ્લિમમાં ભેદ ભાવ રાખે છે. ચાલો આ અનોખા ગામ વિશે જણાવીએ.
બિહારના નાલંદા જિલ્લાના માડી ગામમાં માત્ર હિન્દુ સમુદાયના લોકો રહે છે. જો કે અહીં એક મસ્જિદ પણ આવેલી છે. ગામમાં રહેતા લોકો મસ્જિદની સાફ સફાઈ કરે છે. આ ગામમાં રહેતા લોકો તહેવારમાં મસ્જિદની બહાર માથું પણ ટેકે છે. ગ્રામજનોનું કહેવું છે કે, જે લોકો આ નથી કરતા તેમના પર કોઈને કોઈ મુશ્કેલી આવે છે.
સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા આ ગામમાં મુસ્લિમ રહેતા હતા. પરંતુ ધીરે ધીરે તેઓ ગામ છોડીને જતા રહ્યા અને ગામમાં તેમની મસ્જિદ રહી ગઈ. આ મસ્જિદનું નિર્માણ કોણે અને ક્યારે કર્યું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ લોકોનું કહેવું છે કે તેમના વડવાઓ દ્વારા જણાવ્યા અનુસાર આ મસ્જિદ લગભગ 200 ર્ષ જૂની છે. મસ્જિદ સામે એક મઝાર પણ છે, જેના પર લોકો ચાદર ચઢાવે છે.
આ વાત સાંભળીને તમને વિચાર આવશે કે જો ગામમાં એકપણ મુસ્લિમ નથી તો પછી અઝાન કોણ વાંચે છે. તમને જાણીને આશ્ચય થશે કે, અઝાનના શબ્દો રેકોર્ડ કરી એક પેન ડ્રાઈવમાં રાખ્યા છે. તેઓ અઝાનના સમયે આ રેકોર્ડિંગ પ્લે કરે છે. આવી રીતે ગામ લોકો નમાંજ અદા કરે છે, આને કહેવાય માનવ જે ઈશ્વર અને અલ્લાહને એક જ માને છે. ભેદ ભાવ તો મનમાં થી ઉદ્દભવેલ છે.