આ ગામમાં આવેલ છે, એક એવું મંદિર કે જે 8 મહિના પછી તળાવ માંથી પ્રગટ થાય છે! જાણો આ મંદિરની રહસ્ય વાત…
ભારત દેશમાં અનેક દેવી દેવતાઓમાં મંદિર આવેલા છે. આ મંદિરોના દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ જતા હોય છે. ભારતના એવા ઘણા સ્થાનો એવા છે કે, જ્યાં પહોંચવું અઘરું અને જોખમી પણ છે, છતાં લોકો જાય છે. અમે આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું જે દર 8 મહિના સુધી ગાયબ થઈ જાય છે. આ મંદિર પાંડવો દ્વારા બંધાવવામાં આવ્યું હતું..ચાલો આ ચમત્કારી મંદિર વિશે વધુ જાણીએ.
આ રહસ્યમય મંદિર પઠાણકોટથી લગભગ 80 કિલોમીટર દૂર બાથુ કી લડી મંદિર પોંગ ડેમના તળાવમાં બનેલું છે.. આ મંદિર તળાવના પાણીની નીચે આવી જાય છે કારણ કે અહીંયા જ્યારે વરસાદ દરમિયાન તળાવમાં પાણી એકઠું થાય છે, ત્યારે પાણી ની અંદર મંદિર સમાઈ જાય છે, આ કારણે એપ્રિલથી જૂન સુધી પાણીના નીચા સ્તરને કારણે, આ મંદિર ફરીથી દેખાય છે. આ દરમિયાન ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે.
આપણે જાણીએ છે કે પાંડવો એ વનવાસ દરમિયાન અનેક સ્થાનોમાં વિચરણ કર્યું અને તેમના હયાતીના નિશાનો આજે પણ એ સ્થાન પર છે. આ મંદિર પણ એક એવું જ સ્થાન છે.
આ મંદિર વર્ષના આઠ મહિના પોંગ ડેમના તળાવમાં સમાઈ જાય છે. મહાભારત કાળ દરમિયાન તેમના વનવાસ દરમિયાન પાંડવો દ્વારા બનાવવામાં આવ્યા હતા અને અહીં 11 મંદિરો બનાવવામાં આવ્યા હતા.જેમાંથી હાલમાં 9 મંદિરો હયાત છે.
આ દરમિયાન પાંડવોએ સ્વર્ગમાં જવા માટે એક સીડી પણ બનાવી હતી, જે કેટલાક કારણોસર સ્વર્ગના રસ્તા પહેલા થોડા અંતરે જ બનાવી શકાઈ હતી.ચારેબાજુ તળાવનું પાણી અને વચ્ચે ટાપુ પર બનેલા બાથુ કી લડી મંદિરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ મંદિર સુધી પહોંચવાનો એકમાત્ર સહારો હોડી છે, જેના પર બેસીને લોકો મંદિર સુધી પહોંચે છે.આ સ્થળે ભક્તો સ્વર્ગની સીડી અને અન્ય મંદિરોની મુલાકાત લે છે.
