આ ગામમાં દરેક પુરુષોને બે લગ્ન કરવાની વિચિત્ર પરંપરા છે.જાણો કારણ…
દરેક વ્યક્તિનાં જીવનમાં લગ્ન એ સૌથી મહત્વનો પ્રસંગ છે. એક પુરુષ ને પોતાના જીવનની સફર ખેડવા માટે એક જીવન સાથી મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જેમાં પુરુષ કે એક નહીં પરંતુ બે મહિલાઓ સાથે લગ્ન કરવાની પરંપરાઓ છે. આપણે હિન્દૂ ધર્મમાં એક પત્નિ હોવા છતાં બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવા એ પાપ છે, ત્યારે ભારતમાં એક એવું ગામ આવેલું છે, જેમાં પુરુષો ને ફરજિયાત પણે બે બે લગ્ન કરવા પડે છે.
બીજા દેશોમાં તો પાંચ પાંચ લગ્ન કરવાની છૂટ છે, જ્યારે આપણા ભારત દેશમાં એક માત્ર એવું ગામ છે જ્યાં આવી રીતે બે બે લગ્ન થતા હોય. ચાલો અમેં આપને આ લગ્ન વિશે માહિતગાર કરીએ કે, આખરે ક્યાં કારણોસર બે બે લગ્ન કરવામાં આવે છે. ભારતના રાજસ્થાનના દેરાસર ગામની વિચિત્ર પરંપરા પાછળ કારણ પણ એક વિચિત્ર છે.રાજસ્થાનના જેસલમેરમાં દેરાસર ગ્રામ પંચાયતમાં રામદેયો વસ્તી નામનું એક ગામ વસે છે, અહીં દરેક ઘરમા પુરુષોની બે પત્નીઓ છે.
ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદા વખતની એટલે કે અનેક પેઢીઓથી ચાલતી આવે છે, જેથી અમે આ પરંપરા નું પાલન કરીએ છીએ.મહત્વની વાત એ છે કે, માત્ર 70 પરિવારની વસ્તી ધરાવરનાર આ ગામમાં દરેક પુરુષ બે પત્નીઓ ની સાથે રહે છે. આ પાછળ પુરુષોનું માનવું છે કે પ્રથમ પત્ની ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે અથવા તો ફરી પુત્રીને જ જન્મ આપે તો કારણ થી તેઓને બીજા લગ્ન કરવા પડે છે. વડીલોનું માનવું હતું કે બીજી પત્ની જ પુત્રને જન્મ આપી શકે છે. અહીં બીજી પત્નીને પુત્રની માતા તરીકે જોવામાં આવે છે.
અહીંયા નાં પુરુષો મહિલાઓને બરાબરનો સમાન દરજ્જો આપે છે જેથી મુશ્કેલીઓ આવતી નથી. પોતાની પત્નીને ખુશ રાખવાની જવાબદારી પુરુષોની હોય છે અને જેનો સંપૂર્ણ ખ્યાલ પણ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કોઇ એવા અણબનાવ નથી બન્યા કે, બંને પત્નીઓ એક બીજા સાથે ઝઘડો કરતી હોય. બે સગી બહેનોની જેમ જ રહે છે.
બાડમેર અને જેસલમેરના કેટલાક વિસ્તારોમાં બે પત્નીની આ પરંપરા હજુ પણ ચાલે છે, જો કે હવે બે પત્નીના રીવાજ ખૂબ જ ઓછા ગામમાં જ જોવા મળે છે. રામદેયો જેવા થોડા જ ગામના લોકો આ પરંપરાનું હાલ પાલન કરે છે.આમ પણ જૂની પરંપરાઓને જાળવી રાખવી એ ખૂબ જ મોટી વાત છે. આજના સમયમાં કાયદાકીય રીતે તો આ શક્ય નથી પરંતુ ગામના લોકો પોતાની જૂની પરંપરા ઓ નું પાલન કરે છે.
