Gujarat

સ્ટેટ મોનિટરિંગ સેલ ની મહેનત રંગ લાવી ! કુખ્યાત બુટલેગર વીજુ સિંધીની દુબઈમાં ધરપકડ કરાઇ….

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કુખ્યાત બુટલગેરો દ્વારા દારૂની હેરાફરી યથાવત છે, ત્યારે લઠ્ઠાકાંડ બાદ સ્ટેટ મોંનિટરિંગ દ્વારા દ્વારા ગુજરાતમાં અનેક બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિનોદ સિંધી ઉર્ફે વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરતો અને તે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ-અલગ જગ્યાએ માસ્ટ માઇન્ડથી દારૂ સપ્લાય કરવામાં આવતો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાત છોડીને ભાગી જનાર વડોદરાના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ જાહેર કરવામાં આવી હતી. વીજુ સિંધીને દુબઈથી અબુ ધાબી ઇન્ટરપોલના હેડક્વાર્ટર લઈ જવાયો છે.

રેડ કોર્નર નોટિસ રીઢા ગુનેગારોને લઈને જાહેર કરવામાં આવે છે. આ નોટિસ અન્ય દેશોની તપાસ એજન્સીઓ અને પોલીસને ગુનેગાર બાબતે સૂચિત કરે છે. આવું એટલા માટે કારણ કે કોઈપણ ગુનેગાર પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવાના પ્રયત્નમાં બીજા દેશમાં જઈને રહી શકે છે. બધા દેશોની એજન્સીઓ એવા ગુનેગાર બાબતે એલર્ટ જાહેર કરી શકે છે અને તેને પકડવામાં મદદ મળી શકે છે.

રેડ કોર્નર નોટિસ જાહેર થતા UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને ધરપકડની માહિતી આપી છે. વીજુ સિંધીની ધરપકડ માટે UAEમાં ઑપરેશન હાથ ધરાયું હતું. રેડ કોર્નર નોટિસના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. તમને જણાવી દઇએ કે, વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ નોંધાયા છે.સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે અનેક ગુના નોંધાયેલા છે.

ભૂતકાળમાં હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વીજુ દુબઇ ભાગી ગયો હોવાની ચર્ચા ચાલી હતી. એલસીબીના પી.આઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વીજુને પોલીસ પકડે નહીં તે માટે અને તેની સામે ચાલી રહેલી સઘન તપાસ ફોરેનના નામે ડાયવર્ટ કરવા તેના જ માણસોએ ફેલાવેલી આ એકમાત્ર અફવા છે. હાલ તેની સામે રેડ કોર્નર જાહેર કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!