અમરેલી: સિંહ પાછળ ત્રણ યુવાનોએ જે.સી.બી દોડાવી વિડીઓ વાયરલ કર્યો ! જુઓ પછી વન વિભાગે એ કેવા હાલ કર્યા…જુઓ વિડીઓ
વિશ્વમાં ગુજરાત એક માત્ર એવી જગ્યા છે, જ્યાં સિંહ વસવાટ કરે છે. દેશ વિદેશના લોકો સિંહ દર્શન માટે ગુજરાત આવે છે. આમ પણ કહેવાય છેને કે ઘર આંગણે ગંગા વહેતી હોય એને એટલું મહત્વ ન હોય જેટલું અન્ય શ્રદ્ધાળુઓને હોય છે. હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થયો છે, જે ખૂબ જ શરમજનક છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર પજવણીનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના અમરેલીના જાફરાબાદના રેવન્યુ વિસ્તારની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહની પાછળ જેસીબી દોડાવી પજવણી કરવામાં આવી હતી. આ વીડિયોના આધારે વનવિભાગે પજવણી કરનારા ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિંહ દેખાતા જેસીબી લઈ કામ કરી રહેલા ત્રણ શખ્સોએ સિંહની પાછળ જેસીબી દોડાવ્યું હતું. પજવણી કરનાર શખ્સો આટલેથી ન અટક્યા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો. સિંહ પજવણીનો વીડિયો વાઈરલ થયા બાદ શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલે રાજુલા વનવિભાગને રેન્જને તપાસનો આદેશ આપ્યો હતો.
સિંહ શિડ્યુલ-1નું પ્રાણી હોઇ રાજુલા વનવિભાગ દ્વારા મનોજ જોધાભાઈ વંશ, શુભમ પ્રજાપતિ, રાના માનિક કાલિતા નામના ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.