ભારત-પાકિસ્તાનની બોર્ડરને લઈને વિધાર્થીને પૂછવામાં આવેલ સવાલનો એવો જવાબ લખ્યો કે વાંચી હોશ ઉડી જશે ! લખ્યું “સીમા હૈદર…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા નાના બાળકો પણ થઇ ગયા છે એટલું જ નહીં તમને ખબર જ હશે કે નાના બાળકો પોતાના વાલીઓ સાથે બેસીને ન્યુઝ ચેનલ પણ જોતા હોય છે જેની અસર તેમના પર પણ થતી હોય છે, હાલ એક વિધાર્થીનો પેપર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને ભારત પાકિસ્તાન વિશે પૂછવામાં આવેલ સવાલનો વિધાર્થી એવો જવાબ આપે છે કે સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું.
તમને ખબર જ હશે કે હજુ થોડા સમય પેહલા જ સચિન તથા સીમા હૈદરનો મામલો સોશિયલ મીડિયા તથા ન્યુઝ ચેનલો પર ખુબ જ ચર્ચિત થયો હતો, સીમા પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરીને પોતાના પ્રેમી સચિન પાસે ભારત આવી ગઈ હતી જે બાદ આ મામલો ખુબ જ વાયરલ થયો હતો અને ચારેયતરફ આ જ મામલાની ચર્ચા હતી, વાયરલ થઇ રહેલ આ પેપર સાચ્ચો છે કે ખાલી હાસ્ય માટે બનવામાં આવેલ છે તે અંગેની પુષ્ટિ અમારી વેબસાઈટ કે પેજ “ગુજરાતી અખબાર” કરતું નથી.
આ પેપર બસેડીના ગવર્મેન્ટ હાયર સેકેન્ડરી સ્કૂલ બાગથરનો મામલો હોય તેવું સામે આવ્યું છે જેમાં ઉત્તર પાઠ્યપુસ્તકમાં ભારત તથા પાકિસ્તાન વચ્ચેની સીમાની લંબાઈ તથા સીમા વિષે પૂછવામાં અવાતા વિધાર્થીએ એવો જવાબ હતો કે સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું, કેમ કે વિધાર્થીએ આ સવાલના જવાબમાં લખ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા હૈદર છે અને તેની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે અને તેના લીધે જ ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ થઇ રહી છે.
આ પેપર વાયરલ થતા જાંચ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ પેપર સાથે શાળાને લેવાદેવા નથી,આ પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે “ભારત-પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે એની લંબાઈ જણાવો” તો આના જવાબમાં વિધાર્થીએ લખ્યું કે “બંને દેશો વચ્ચે સીમા હૈદર છે, જેની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે, બંને દેશો એને લઈને જ લડાઈ કરી રહ્યા છે.”