Gujarat

પરીક્ષા મા બેસવા ના દેતા વિદ્યાર્થી એ પિતા ને કીધુ કે કુવા મા પડવા જાવ છુ… સાંભળો પુરો ઓડિયો…

તાજેરત મા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શિક્ષકના મુદ્દે રાજકારણ ઘણુ ગરમાયુ હતુ બાદ મા દિલ્હી ના શિક્ષક મંત્રી ગુજરાત આવી ગુજરાત ની શાળા ઓ જોઈ હતી ત્યારે હવે ફરી આ બાબત ચર્ચા નો વિષય બની છે. જ્યારે હાલ સોસીયલ મિડીઆ પર એક કથીત ઓડીઓ ક્લીપ વાયરલ થઈ છે જેમા એક વિધાર્થી પોતાના પિતા ને ફોન પર એવુ કહે છે કે સરે પરીક્ષા મા બેસવા ન દેતા હુ કુવા મા પડવા જાવ છુ.

ગુજરાત ઝી 24 કલાંક ના અહેવાલ મુજબ રાજકોટના સતડા ગામ ના વિધાર્થી નો એક ઓડિયો વાયરલ થયો છે. જેમા એક વિદ્યાર્થી પોતાના પિતા ને ફોન કરી ને જણાવે છે કે નીલેશ સરે પરીક્ષા મા બેસવા નથી દીધો એટલે કુવા મા પડવા જાવ છુ. અને ક્લીપ મા એવુ પણ બાળક કહી રહ્યો છે કે ચેક થી રુપીયા લેવાની ના પાડે છે અને રોકડા જ આપવાનુ કહે છે. ફી પેટે રોકડા રુપીયા ના આપવા મા આવતા વિધાર્થી ના પરીક્ષા મા બેસવા દેવા મા આવતો નથી.

આવી ઘટના ઓ પહેલા પણ ક્યાંય ને ક્યાક જોવા મળેલ છે જેમા ખાનગી શાળા મા ફી બાબતે રકજક થય હોય ત્યારે આજે બાળકે જો સમયસર તેના પિતા ને ફોન નો કર્યો હોત તો બાકળ કદાચ ન બચી શક્યો હતો. વાયરલ ઓડિયો મા એક પિતા કોઈ દુકાન વાળા ને પણ વિનંતિ કરી રહ્યા છે કે તુ ધૃવ ને જવા ન દેતો હુ આવુ છુ ત્યા… આસ બાળક નો જીવ બચ્યો હતો.

આ વાયરલ ઓડિયો સાંભળી લોકો મા રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આ બાબત ને લઈ ને તપાસ નો ધમધમાટ ચાલુ થયો છે અને ઓડિયો વાયરલ થયા બાદ શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવા શિક્ષણાધિકારીનો આદેશ આપ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!