ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે નાના બાળકે કરી મોટી વાત ! જુવો વિડીઓ
ગત 13 ફેબ્રુઆરી ના રોજ સુરત મા એક ચકચારી ઘટના સામે આવી હતી જેમા એક ગ્રીષ્મા વેકરીયા નામની યુવતી ની હત્યા એક યુવક કે જાહેર મા યુવતી ના પરીવાર ની નજર સામે જ ગળુ કાપી ને કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત મા હત્યારા ફેનીલ ગોયાણી વિરુધ્ધ લોકો નો રોષ ફાટી નીકળ્યો હતો. અને હત્યારા ને ફાંસી ની સજા આપવાની માંગ લોકો એ કરી હતી.
આ હત્યા બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ નો ધમધમાટ કર્યો હતો અને આરોપી ફેનીલ ગોયાણી એ હત્યા કેવી રીતે કરી તેનુ રીકંનટરકશન કર્યુ હતુ અને આરોપી વિરુધ્ધ ના તમામ સબુત ભેગા કર્યો હતા આ ઉપરાંત અને નજરે જોનાર લોકો ના નિવેદનો પણ લેવા મા આવ્યા હતા. આ ઘટના મા પોલીસે કુલ 2500 જેટલા પાનાની ચાર્જ શીટ કોર્ટ મા રજુ કરાઈ હતી.
જ્યારે આ ઘટના બની ત્યારે જાહેર મા બની હોવાથી આ ઘટના અંગે નો વીડીઓ પણ સોસિયલ મીડીયા પર વાયરલ થયો હતો. જેમા અનેક લોકો હાજર હોવા છતા ગ્રીષ્મા ને બચાવી શક્યા નહતા ત્યારે આ વિડીઓ વાયરલ થયા બાદ અનેક લોકો એ એવા પણ સવાલ કર્યા હતા કે કોઈ ગ્રીષ્મા ને બચાવવા માટે કેમ નહોતુ ગયું ?? ત્યારે અનેક સોસિયલ વર્કરો એ પણ આ વાત ને વખોડી હતી.
ત્યારે આ ઘટના અંગે એક નાના બાળકે પણ આ વાત ને વખોડી છે અને નજરે જોનાર લોકો પર રોષ ઠાલવ્યો હતો. અને વિડીઓ ના માધ્યમ થી કીધું કે ” નજરે જોનાર અને વિડીઓ ઉતારનાર લોકો બાયલા કહેવાય અને જો આની જગ્યા એ જો કોઈ 17 વર્ષ નો માલધારી હોત તો પણ બહેન ને બચાવી લીધી હોત અને જો હુ હારજ હોત તો મારો જીવ આપી ને પણ જીવ બચાવી લેત”
જો આ આ બાળક ની વાત કરીએ તો આ બાળક મુળ ડીસા તાલુકા ના જાબડીયા ગામ નો છે જેનુ નામ નીરમલ રબારી છે. અને આ અગાવ પણ આ બાળક ના અનેક વિડીઓ વાયરલ થયેલા છે. આ નાના અમથા બાળક ની બોલવાની શૌલી લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને જે જોશ થી બાળક બોલે છે એ સાંભળી ને ભલભલા લોકો મા જોશ ભરાઈ જાય છે.