Gujarat

સોશિયલ મિડીયા પર વાયરલ થયેલ રીક્ષા વાળા ભાઈ મળી ગયા ! જાણો કોણ છે અને જુવો અન્ય વિડીઓ

સોશિયલ મીડિયા પર ઘણી બધી વખત એવા વિડીયો વાયરલ થઈ જાય છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય, અને તે એ રીતે વાયરલ થાય છે કે તે વિડિયો બહારના દેશોમાં પણ પહોંચતા થઈ જાય છે, આમ સોશિયલ મીડિયા પર એક વિડીયો એટલો જોરદાર વાયરલ થયો છે કે વાત ન પૂછો. એવા એવા વિડીયો વાયરલ થાય છે કે છુટા હાથે અથવા તો સુતા સુતા બાઈક ચલાવતા દાદા….અને રશિયાના પુતીન ને ફોન કરતા કાકા…., આમ ઘૂંટણ સુધી વરસાદમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું અને તેમાં એક કાકાની રીક્ષા બંધ થઈ જાય છે. અને તે કાકા ભરૂચના છે આમ તેમને જ્યારે રિક્ષા બંધ પડી ગઈ ત્યારે રિક્ષામાંથી બહાર ઉતરીને બોલીવુડ સોંગ ઉપર ડાન્સ કરવા લાગે છે અને તે વિડિયો ખૂબ જ વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Naresh Sondarva (@sondarva716)

આ વીડિયોને અત્યાર સુધી 5 લાખથી વધુ વખત લોકો નિહાળી ચૂક્યા છે. અને આ વિડીયો વિદેશમાં પણ ખૂબ જ વાયરલ થયો છે, અને વિદેશમાંથી પણ આ કાકા માટે ફોન આવી રહ્યા છે આમ ડાન્સર રીક્ષા ચાલક નરેશ ભાઈ જણાવી રહ્યા છે કે આમ ચાલુ વરસાદમાં રીક્ષા બંધ પડી તો જતા જ કેમ ડાન્સ કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Naresh Sondarva (@sondarva716)

આમ ભરૂચ જિલ્લામાં ખૂબ જ પાણી ભરાઈ જતા નરેશભાઈ ની રીક્ષા બંધ થઈ જાય છે, અને તેઓ પોતાની રીક્ષા બાજુમાં મૂકીને ખૂબ જ રમુજી શૈલીમાં ડાન્સ કરવા લાગે છે અને તે વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ ગયો છે.

આમ નરેશભાઈએ જણાવ્યું હતું કે ટેક્સી તથા રીક્ષા ચાલક તરીકે હું કામ કરું છું, અને તેમને કહ્યું હતું કે લોકો પોતાની સમસ્યાઓને અલગ અલગ રીતે લેતા હોય છે, અને પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે આમ જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે વરસાદના સમયે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને તે સમસ્યાને અનોખી રીતે લોકોની સમક્ષ લાવવા માટે જ મેં ડાન્સ કરીને આ વિડીયો બનાવ્યો છે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!