Gujarat

પાપડ અને મસાલા વચ્ચે એવી રીતે લાખો રુપીઆ છુપાવેલા હતા કે ભલભલા ગોથું ખાઈ જાય ! CISF ના જવાનો એ આવી રીતે પકડયા…જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે અવારનવાર અનેક પ્રકારના ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ વીડિયો ચોંકાવનારો તેમજ આ ઘટના પણ એટલી જ આશ્ચય જનક છે. આમ પણ કહેવાય છે ને કે વ્યક્તિ જેટલો સારા કામમાં મગજ નથી દોડાવતો એટલો એ ખરાબ કામમાં દોડાવે છે. વિદેશમાંથી વસ્તુઓ ભારતમાં લઈ આવવા માંટે અનેક લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે.

ત્યારે હાલમાં જ એરપોર્ટ પર ચેકીંગ દરિમિયાન ઘણી વાર લોકો વસ્તુઓની ફેરફેર કરવા માટે અનેક પ્રકારના કિમીયા કરતા હોય છે. જ્યારે આ લોકો પકડાય છે ત્યારે પકડનાર ઓફિસર પણ ચોંકી જાય છે. હાલમાં જ આવી એક ઘટના
સીઆઈએસએફએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે.
આ વીડિયો જોઇને તમને સૌ કોઈને આંચકો લાગશે કે લોકો આવું પણ કરી શકે છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક યુવકની ધરપકડ કરી હતી. આ યુવકએ પાપડ અને ગરમ મસાલાનાં પેકેટની વચ્ચે ગેરકાયદેસર રીતે 15 લાખ રૂપિયાથી વધુની વિદેશી ચલણ છુપાવેલ હતું. CISFના જવાનોએ શંકાના આધારે બેગ ની તલાશી લેતા નોટો મળી આવી હતી. આ તલાશી કરતો વીડિયો સોશીયલ મીડિયામાં શેર કરેલો હતો જેથી લોકોને ખબર પડે કે લોકો ગેરકાયદેસર કામો કરવા કેવું ભેજું દોડાવે છે.

તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ યુવકનું નામ ઋષિકેશ છે અને તેની પાસે જે વિદેશી ચલણ હતું તે યુએસ ડોલર છે. પ્રારંભિક પૂછપરછ દરમિયાન તે યુએસ ડોલર સંબંધિત કોઈ દસ્તાવેજ બતાવી શક્યો ન હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. CISF એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પાપડ વચ્ચે પૈસા લઈ જવાનો વીડિયો શેર કર્યો છે.CISFની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપ્યા બાદ હવે યુવકને એરપોર્ટ કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો છે.

હાલમાં હવે કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને અને ક્યાં હેતુથી યુએસ ડોલર છુપાવીને લાવ્યો હતો તે અંગે કાયદેસર કાર્યવાહી કરશે. તાજેતરમાં, સીઆઈએસએફએ હેન્ડ બેગેજમાં આશરે 60 લાખ રૂપિયાની વિદેશી ચલણને ગેરકાયદેસર રીતે છુપાવીને દુબઈ લઈ જતા એક યુવકને પકડ્યો હતો. આ વીડિયો જોઈને ચોક્કસ એ તો કહી શકાય કે આ યુવક પાક્કો ગુજરાતી હોવો જોઈએ કારણ કે લિજ્જત પાપડ ગુજરાતીઓની ઓળખ છે અને આમ પાક આવું ભેજું ગુજરાતીનું જ હાલે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!