એક વાયરલ વિડીયાએ વિધાર્થીનું જીવન છીનવી લીધું! કોઈકનું ભૂલ સગીરા માટે બની મોત, જાણો શું હતું આ વીડિયોમાં…
સોશિયલ મીડિયામાં જેટલું આપણા માટે ઉપયોગી છે, એટલું જ નુકશાન કારક પણ ખરું. આપણે જાણીએ છે કે, ક્યારેક
ફરતા મેસેજ કે વીડિયો તેને આપણે કોઇપણ જાતની સત્યતા ચકાસ્યા વિના કે આ મેસેજ વાયરલ કરવાથી પીડિતા કે તેમના પરિવારની માનસિક હાલત શું થશે એવું આપણે નથી વિચારતા. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે. એક વિડીયાએ સગીરાનો જીવ લીધો.
હાલમાં જ એક દુઃખદાયી ઘટના સામે આવી છે.સંઘપ્રદેશ દાનહના મુખ્યાલય સેલવાસમાં આવેલી એક ઈગ્લિંશ મીડિયમ સ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થિનિને શાળાના જ સંચાલક અને શિક્ષકે યેનકેન પ્રકારે ડરાવી-ધમકાવી અથવા અન્ય રીતે દબાણ આપીને દુષ્કર્મ આચર્યુ હતું., સગીરાની તબિયત લથડતાં મામલો હોસ્પિટલમાં પહોંચતા વિદ્યાર્થિનિ સાથે થયેલા શારીરિક શોષણનો મામલો બહાર આવ્યો હતો.
પીડિતાને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ, રેલી અને આવેદનપત્ર આપ્યા હતા. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.દાનહના અંતરિયાળ વિસ્તારની અંદાજે 15 વર્ષની સગીરા સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. શાળાના વર્ગખંડમાં તેમના સહમિત્ર સાથે વાર્તાલાપ કરતો વીડિયો બનાવીને કોઇ અન્ય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં મુકી દીધો જેથી આ વીડિયો વાયરલ થઈ ગયો.
પોલીસ અને પ્રશાસને આવા વીડિયો ફોરવર્ડ કે વાયરલ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં પણ વીડિયો વાયરલ થયો અને સગીર વિદ્યાર્થિનિએ અપરાધભાવ અને સામાજીક ડરને લઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું.જ્યારે વાયરલ વિડિયા અંગે સગીરાને જાણ થઈ ત્યારે તેને આપઘાત કરવાની નોબત આવી હતી. કોઈપણ ઘટના અંગેના બનાવ પહેલા તેની હકીકત તપાસવી જોઈએ.
દાનહની એક શાળાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આદિવાસી સગીરા વિદ્યાર્થીનિ પોતે ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. આ ઉપરાંત શાળાની ઇતર પ્રવૃતિમાં ભાગ લેતી હતી. મૃતક વિદ્યાર્થિની તેમના ફળિયા અને શાળાના નબળાં વિદ્યાર્થીઓને મફતમાં ટયુશન આપતી હતી. જોકે, એક નાનકડી ભૂલે સગીરાનું જીવન છીનવી લીધું છે. તેના જીવનમાં જ્યારે આ ઘટના બની, ત્યારે તેનું નિવારણ પણ હતું. માત્ર લોકોની એક ભૂલના કારણે તે મોતનાં મુખમાં ધકેલાય ગઇ.