Gujarat

યુવકે વિડીઓ રેકોર્ડ કરી આત્મહત્યા કરી અને વિડીઓ કહ્યુ કે મારી પત્ની ને આડા સંબંધો…

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય તકરાર થતી હોય છે અને ઘણી વખત તે મોટી ઘટના મા પરીણમતી હોય છે. અને ઘણી વખત આવી ઘટણા ઘણી ગંભીર રુપ ધારણ કરતી હોય છે. આવી જ એક બાબત ને લઈ ને એક યુવકે પોતાનો વિડીઓ રેકોર્ડ કરી અને આત્મ હત્યા કરી લીધી છે.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર ના ગારિયાધાર તાલુકા મા પાંચટોબરા મા વિષ્ણુ તડવી નામના યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવકે આત્મહત્યા કરતા એક વિડીઓ રેકોર્ડીંગ કર્યો હતો. વિષ્ણુ તડવી નુ મુળ વતન છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામ છે.

ભાવનગર ના ગારિયાધાર તાલુકા ના પાંચટોબરા ગામે ખેતમજુરી કરતો હતો. આ દરમ્યાન મા પોતાની પત્ની અને વાડી ના માલિક રમશભાઇ વાઘેલા વચ્ચે આડા સંબંધો હોવાનો શક જતા વિષ્ણુ એ કોલ રેકોર્ડ કર્યા હતા અને વિષ્ણુ ને આ બાબત ની ખબર પડતા પડી ભાગ્યો હતો અને અને આત્મ હત્યા કરી લીધી હતી.

આત્મ હત્યા કરતા પહેલા એક વિડીઓ રેકોર્ડીંગકર્યો હતો જેમાં કહ્યુ હતુ કે “હું વિષ્ણુ બોલુ છું, રમેશભાઇના ત્યાં ભાગીયા તરીકે કામ કરુ છું. મારી પત્ની અને રમેશભાઇ સાથે સંબંધ હોવાની ખબર પડી હતી. જેથી મારા મોબાઇલમાં વાતચીત રેકોર્ડ કરી હતી. જેથી તેઓ બંને વાતચીત કરતા તે મે સાંભળી હતી. તેમને હું સાથે જોઇ પણ ગયો હતો.

આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું. મારા નાના-નાના છોકરા છે, મારી બહેનો થોડા દિવસ તેમને સાચવજો. મમ્મી-પપ્પનાને પણ સાચવજો. હું તેમનો એકનો એક છોકરો હતો અને હું જઉ છું. ધન્યવાદ, આ વીડિયો જરૂરથી શેર કરજો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!