સુરત મા અસામાજીક તત્વો દ્વારા પેટ્રોલપંપ સળગાવી દેવાનો પ્રયાસ કરાયો ! જુવો વિડીઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વ્યક્તિના સ્વભાવ ઘણો વિચિત્ર થઇ ગયો છે. ઉપરાંત વ્યક્તિમાં જાણે સહન શક્તિનો અભાવ થઈ ગયો હોઈ તેવું લાગે છે. વળી હાલમાં ઘણા એવા અમાનવીય બનાવો પણ નજરે પડ્યા છે જેના કારણે એવું જણાય છે કે અમુક લોકો ને કોઈનાથી ડર પણ લાગતો નથી. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવીમાં સહન શક્તિ નો અભાવ છે, અને વ્યક્તિ પોતાની મોટપ બતાવવાના ચક્કર માં અન્ય સાથે ઝઘડો કરી બેસે છે. જો કે આવો ઝઘડો ઘણી વખત ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે.
મિત્રો આવા અમાનવીય બનાવો માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે એવું માનવામાં આવે છે કે આવા લોકો ને કોઈના થી પણ ડર લાગતો નથી, જો કે પોલીસ દ્વારા આવા ઘણા અમાનવીય તત્વોને પકડી પાડવામાં આવે છે. અને તેમને ઘણી આકરી સજા પણ કરવામાં આવે છે. તેવામાં ફરી એક વખત સુરત શહેર માંથી આવો જ અમાનવીય ઘટના નજરે આવી છે કે જ્યાં બે બદમાશો દ્વારા ઉપદ્રવ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ બનાવ સુરત ના પાંડેસરા વિસ્તાર નો છે. અહીં એક પેટ્રોલ પંપ પર બે વ્યક્તિઓ પેટ્રોલ પુરાવા જાય છે. જો કે થોડા સમય પછી તે પૈકી એક વ્યક્તિ પેટ્રોલ પંપના કર્મચારી સાથે લાડવા લાગે છે. જોત જોતામાં આ બોલ ચાલ ઉગ્ર બને છે. અને આ અમાનવીય તત્વો પેટ્રોલ પંપ ના કર્મચારી પર હુમલો કરીદે છે. જે બાદ અન્ય કર્મચારી ત્યાં આવે છે. અને મામલાને શાંત કરવાની કોસીસ કરે છે. જો કે તેમની સાથે પણ આ બંને લોકો ઘણું જ ખરાબ વર્તન કરે છે.
ઉપરાંત આ લોકો પેટ્રોલ પંપ ને સળગાવવા માટે દિવાસળી નો પણ ઉપયોગ કરે છે. અને પેટ્રોલ પંપ ને આગ લગાવવાની કોસીસ કરે છે. જો કે તેઓ પોતાના કામમાં અસફળ થાય છે. આ બાબત અંગે મેનેજર દ્વારા પેટ્રોલ પંપ ના મલિક ને જાણ કારવામાં આવે છે જે બાદ પોલીસને પણ ફરિયાદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ બનાવ ભેસ્તાન નવસારી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ કે જેનું નામ નાયરા છે તેની છે, જો કે આ પંપ ચાલુ થયા ને હજુ 6 મહિના જ થયા છે. જણાવી દઈએ કે હાલમાં પોલીસ દ્વારા બે બદમાશોને પકડવામાં આવ્યા છે. અને આ કૃત્ય પાછળ કોઈ દુશ્મનાવટ નો ઈરાદો છે કે કેમ તે બાબત અંગે વધુ તપસા હાથ ધરવામાં આવી છે.