અમેરિકા મા ગુજરાતીનુ વિરાણી જ્વેલર્સ લુટાયુ, જુવો વિડીઓ લાખો રુપીયા નુ સોનુ…
તાજેતરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં વિદેશમાં ગુજરાતીઓને જાણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય થોડા દિવસ અગાઉ જ એક ઘટનામાં એક ભારતીય યુવક ને ગોળી મારી કેનેડા મા હત્યા કરવામાં આવી હતી જ્યારે ફરી એક વખત અમેરિકાના ન્યૂજર્સીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં દસથી બાર બુકાનીધારીઓએ જ્વેલરી શોપમાં લૂંટ મચાવી હતી.
ઘટનાની વિગત વાત કરીએ તો અમેરિકામાં ન્યુજર્સીમાં ઓક ટ્રી રોડ પર આવેલા વિરાણી જ્વેલર્સ માં ઘટના બની હતી તેમાં અચાનક જ દસથી બાર લૂંટારૂઓ મોઢા પર બુકાના બાંધીને જ્વેલર્સ માં ઘુસી ગયા હતા અને બંદૂકની અણીએ જ્વેલર્સના કર્મચારીઓને અને માલિકોને ડરાવ્યા હતા અને ઘણું બધું સોનું લુટી લીધુ હતુ વધુમાં જાણવા મળ્યું હતું કે આ જ્વેલર્સ એક ગુજરાતીઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટનામાં કેટલું સોનું લુટાયું તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી પરંતુ લૂંટારુઓએ બંદુકની અણીએ ગણતરીની મિનિટોમાં જ ઘણું બધું સોનુ કીધું હતું જે સી.સી.ટી.વી કેમેરામાં જોઈ શકાય છે આ ઘટના બાદ અમેરિકાની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી સીસીટીવી વિડીયો જોઈ તપાસ હાથ ધરી હતી છેલ્લા ઘણા સમયથી અમેરિકા વિદેશમાં ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાથી ત્યાંના લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
CCTV Footage : અમેરિકાના ન્યુજર્સીમાં લૂંટાયો ગુજરાતી વેપારી, ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીની ઘરેણાંની દુકાનમાં ગન લઈને આવેલા શખ્સોએ કરી લૂંટ…#CCTVFootage #America #Loot #ZEE24Kalak pic.twitter.com/ijhn6emDcY
— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2022
