Entertainment

આજે ખેડુતોના મસીહા સમાન વિઠ્ઠલભાઈ રાદડીયાનું થયું હતું દુઃખ નિધન!ખેડૂતો માટે કર્યું હતું એ કાર્ય, મુત્યુથી ધ્રુસકે ધૂસકે રડી પડ્યા હતા.

આજના દિવસે ગુજરાતનાં તમામ ખેડૂતોને નોંધારા છોડીને ખડૂતોના પિતા ગણાતા ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું હતું તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સૌર ખેડૂતો અને ગામજનો તેમજ તેમના સગા વહાલા તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાયો હતો અને ત્યારબાદ અંતિમ ક્રિયા કરવામા આવી હતી.

આજના દિવસે તેમના પુત્ર જયેશ ભાઈ પિતાની પુણ્યતિથી નિમિત્તે ગુજરાતનાં અનેક શહેરોમાં મહા રક્તદાન યોજવામાં આવ્યું અને ખરેખર આ ખૂબ જ સરહાનીય કાર્ય છે વિઠલભાઈનું જીવન એક્દમ નિખાલસ અને સાદગીપૂર્ણ હતું તેઓ ખેડૂતોના કદાવર નેતા હતા અને સદાય ખેડૂતોના લાભ અર્થે સેવા કાર્યો કર્યા હતા અને જ્યારે તેમનું નિધન થયું ત્યારે ખેડુતોની આંખ માંથી આંસુ નોહતા સુકાત. તેમનાં ગામના લોકો અને ગુજરાતનાં તમામ લોકો શોકના છવાઇ ગયા હતા.

વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ પણ રહી ચૂક્યા છે. પાંચ વાર ધારાસભ્ય રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી બહુ જ લાંબી અને રસપ્રદ રહી હતી. તેમના નિધનથી સૌરાષ્ટ્રએ મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. 1987માં જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે રહીને તેમણે રાજકીય કારકિર્દી આરંભી હતી. જેના બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. વિઠ્ઠલભાઈ માટે કહેવાતુ કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા છે. આજે તેમની પુણ્યતિથી નિમિત્તે તેમને કોટી કોટી વંદન કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!