Gujarat

વિઠ્ઠલ રાદડીયા આ કારણે તેની દરેક કાર પાછળ વૈભવ લખાવતા કારણ કે..

વિઠલભાઈ રાદડીયાનું જીવન ખૂબ જ સેવાભાવી રહ્યું છે! જીવનના અંત સુધી તેમને લોક સેવા અર્થે કાર્ય કર્યા છે અને અનેક વખત તેમને લોકો માટે પોતાનો સમય આપ્યો છે. તેમણે પોતાનું જીવન તેમના કરતાંય વધુ સેવાભાવમાં વિતાવ્યું છે.ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. કોઈ વ્યક્તિ માટે આપણે એક કામ નથી કરી શકતા, જ્યારે વિઠલભાઇ દિવસ રાત લોકોની સેવામાં રહ્યા છે.ખરેખર સમય સાથે ઘણું બદલાઈ છે, એવી જ રીતે વિઠલ ભાઈના જીવનમાં અનેક દિવસો એવા આવ્યા જ્યારે તેમના જીવનમાં દુઃખના ડુંગરો પડ્યા છે. છતાંય પણ તેમને હંમેશા લોકોનું રક્ષણ કર્યું છે.

ખરેખર તમે જાણતાં હશો કે, વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમના ભૂતકાળના સંસ્મરણો આજે પણ લોકો યાદ કરે છે. ત્યારે ખરેખર આ વાત કોઈ સામાન્ય નથી, જીવન જ્યોત બુઝાઈ ગયા પછી પણ લોકોના હૈયામાં જીવંત રેવું મોટી વાત છે. આજે આપણે એક વાત જાણીશું જે કોઈ નથી જાણતું. વીઠ્ઠલ રાદડીયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે. શા માટે વૈભવ લખાવતા એ તમે જાણો છો?

ચાલો અમે આપને એ વાત જણાવીએ કે કયા કારણોસર
તેઓ કારમાં નામ લખાવે છે. આ વાત ખૂબ જ ખાસ અને કરુણદાયક છે. વિઠલ રાદડિયાને ચાર પુત્રો છે જેમાં નાનો પુત્ર વૈભવ હતો જે તેમને ખૂબ જ વહાલો હતો. તેમના જીવનમાં એક મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેમને પોતાના યુવાન વયે જ વૈભવને ગુમાવ્યો.

તેમને પોતાના જીવનના દુઃખોમાં પણ લોકોની સેવાનું નથી ભુલ્યા. તેમનાં જીવનમાં એક દીકરો ગુમાવ્યા પછી,બીજા પુત્રનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમને એક બાબો એક-બેબી એમ બે સંતાનો પણ હતા વધુ આઘાતજનક વાત એ હતી કે પુત્રવધૂને દીકરી માનીને પોતાના મૃત્યુ પામેલા પુત્રના મિત્રની સાથે પુત્રવધુ મનીષાના લગ્ન કરાવ્યા.

આ ઘટના બાદ સૌથી આઘાત ત્યારે આવ્યો જ્યારે, પાંચ વર્ષના પુત્રનું પણ કેન્સરથી મૃત્યુ થયું હતું. આ આઘાત તેઓ સહન કરી શક્યા નહોતા. થોડી રડવા માંડી હતી અને તેમનો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો હોય એવું લાગતું હતું.પોતાના નાના પુત્ર વૈભવને કોઈ હિસાબે ભૂલી શક્યા ન હતા આથી તેઓએ તેમની યાદગીરી માટે પોતાના તમામ વાહનો પર લાડકા પુત્ર વૈભવનું નામ લખાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!