Gujarat

ખેડૂતોના હદયસમ્રાટ અને પ્રખર રાજનેતા બનવાની સફર! જાણો વિઠ્ઠલભાઈ નું જીવન કેવું હતું.

ખેડુતોના પિતા ગણાતા વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતોમાં અતિ લોકપ્રિય હતા અને તેમના જીવનકાળ દરમિયાન તેમણે ખૂબ જ સઘર્ષ કરેલ હતો. તમને વિશ્વાસ નહીં આવે કે તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમને સદાય લોલોની સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આજે અમે આપને તેમના જીવનની એક ઝલક વિશે જણાવીશું. તેમનું જીવન લાખો લોકો માટે પ્રેરણાદાયક રહ્યું છે. ખરેખર ધન્ય છે એવા નેતાને જેમને કોઈપણ પાર્ટીમાં હોવા છતાં સદાય ખેડૂતોનું હીત વિચાર્યું અને તેમના માર્ગે તેમનો દીકરો જયેશ રાદડિયા ચાલે છે.

વિઠલભાઈ મોઢાનું કેન્સર થયું હતું. જેનો તેમણે અમેરિકામાં ઈલાજ પણ કરાવ્યો હતો. જો કે તે બાદ પણ તેઓ સતત બીમાર રહેતા હતા.વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું. જેમની અંતિમયાત્રા જામ કંડોરણાથી આવતીકાલે બપોરે એક વાગ્યે નીકળી હતી ત્યારે આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડયું હતું. ખરેખર આ તેમની ખોટ સદાય વર્તાશે. ચાલો એક નજર આપણે તેના અંજી જીવન અને રાજકીય સફર પર કરીએ.

વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958માં જામ કંડોરણામાં થયો હતો. તેઓ ખેતીઅને સમાજ જીવનના પાયામાં રહ્યા છે.વિઠ્ઠલભાઈ લેઉઆ પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી ચુક્યા છે.સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈનું યોગદાન અવિસ્મરણીય છે.કોઈ પણ પક્ષમાં હોય કે કોઈ પણ સરકારમાં વિઠ્ઠલભાઈએ ખેડૂતોના પ્રશ્નો હંમેશા ઉઠાવ્યા છે

વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ભારતની 15 મી  લોકસભાના સભ્ય હતા તેમણે  પોરબંદરનાં મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભાજપ રાજકીય પક્ષના સભ્ય હતા અને તેઓ પાંચ વખત વિધાનસભાના અને બે વખત સંસદ સભ્ય રહેલ. અને આ જ પદ થકી લોકોની સેવા તેમને કરી હતી. સમાજ સેવક અને રાજકારણી તરીકે કામ કર્યું હતું . અને પોતાનું જીવન ખેડુતોના હીત માટે રહ્યું અને દિવસ રાત કોઈપણ સામાન્ય વ્યક્તિનાં પ્રશ્નોનું નિવારણ કરેલું.

તેમને રાજનીતિની સાથે તેમણે ટ્રસ્ટ દ્વારા કેટલીક શાળાઓ ચલાવી અને અનેક છોકરીઓને શિક્ષણ પૂરું પાડ્યું. રાજકિય જીવન પર નજર કરીએ તો તેઓ ભાજપના ધારાસભ્ય હતા જેઓ શકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી અને ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા .1990 ના દાયકાની શરૂઆતમાં રાદડિયા ભાજપમાં જોડાયા, બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં ગયા. 2013 માં તેઓ ફરી ભાજપમાં જોડાયા.  તેમણે ધોરાજી વિધાનસભા મતક્ષેત્રનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું.

તેઓ IIFCO કંપનીના ડિરેક્ટર અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ હતા.રાદડિયાએ 2009 માં કોંગ્રેસ માટે લોકસભા બેઠક જીતી હતી, પરંતુ 2012 ની વિધાનસભા ચૂંટણી બાદ ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બાદ તેમણે આ બેઠક છોડી દીધી હતી. તેમણે તે ચૂંટણીઓ પછી તરત જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપની ટિકિટ પર 2013 ની લોકસભા પેટા ચૂંટણી લડી અને જીત્યા.જીવનના અંત સુધી તેમને લોકસેવાનું જ પ્રતિનિદ્ધત્વ કર્યું છે અને લોક સેવક તરીકે ઉભરી આવ્યા છે.

અંગત જીવન પર નજર કરીએ તો તેમના લગ્ન ચેતના બેન સાથે થયા હતા.તેમનો પુત્ર જયેશ પણ રાજકારણી તરીકે પિતાના ચીંધેલા માર્ગે ચાલે છે અને રાદડિયાના પુત્ર કલ્પેશનું 20 ના દાયકામાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. 2014 માં, રાદડિયાએ કલ્પેશની વિધવા મનીષા સાથે તેના બીજા લગ્ન કલ્પેશના મિત્ર હાર્દિક ચોવાટિયા સાથે કર્યા હતા.આ લગ્ન દ્વારા સમર્ગ સમાજમાં એક ઉત્તમ સંદેશો આપ્યો હતો અને ખરેખર તેમનું જીવન કાળા દાગ વિનાનું હતુઁ.ખરેખર આવા રાજનેતા ભાગ્યે જ આપણને નાં મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!