Gujarat

ઘરના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી ટ્રેકટર નીચે આવી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા નવ લોકો ના નામ સાથે લખ્યુ કે ” આ લોકો એ મને…

હાલ રાજ્ય ભર મા આપઘાત ના બનાવો મા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.યુવાનો સાથે હવે મોટી ઉમર ના લોકો પણ આપઘાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ દરેક શહેર મા વ્યાજખોરો નો પણ ત્રાસ વધી રહ્યો છે. જેમા ઉંચા વ્યાજ દર ના બદલા મા વ્યાજે નાણા લેનાર ને માનસિક રીતે હેરાન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હાલ ઘરના મોભી એ વ્યાજખોરો ના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો હળવદ તાલુકા ના માલણીયાદ ગામે આ ઘટના બની હતી જેમા ઘર ના મોભી જયંતિભાઈ પરમાર ઘર ના સભ્યો ની નજર સામે જ ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડી ગયા હતા. જેને પગલે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટના બની ત્યારે ઘર ના સભ્યો તેની સામે જ ઉભા હતા ટ્રેકટર ની ટોલી થી ગંભીર ઈજાઓ પહોંચતા તેવો ને 108 ની મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિજનોએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન ટ્રેક્ટર ચાલકનો કોઈ વાંક ન હોય અને તેમના પિતા જયંતીભાઈએ જ રસ્તા પર કૂદીને આપઘાત કર્યો હતો.

આ ઘટના બાદ જયંતીભાઈ ડેડબોડી પાસે થી એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી જે ચેક કરતા તેમાં જયંતીભાઈએ વ્યાજખોરોના નામ લખ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, લાલો બુલેટ ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ (પટેલ પ્લાયવુડ), ભરતસિંહ નાડોદા, ડો. પી.પી., અશ્વિન રબારી, ધીરૂ નાનજી પટેલ અને મહિપતસિંહ સહિતના 9 વ્યાજખોરો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર આપવામાં આવે છે. તેના ત્રાસથી કંટાળીને તેઓ અંતિમ પગલું ભરી રહ્યાં છે અને આ આપઘાત પાછળ પરિવારજનોનો કોઈ પણ હાથ નથી તેવું તેમણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું.

આ ઘટના અંગે મરણજનાર ના દીકરા ગોપાલભાઈ જણાવ્યું હતું કે, તેમના પિતાએ આરોપીઓ પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલા હતા. તે રૂપીયા તથા વ્યાજ ચુકવવા પોતાની મિલકતના બે ખેતરો 7-7 વિઘાના, રહેણાંક મકાન, ગામમાં વાળા તેમજ ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કર્યા હતા. તેથી પિતા જયંતિભાઇએ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ વ્હીલમાં કુદી જઇ આપઘાત કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે. તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!