Gujarat

ગુન્હાઓનું લાંબુ લીસ્ટ ધરાવતો વોન્ટેડ ડફેર આરોપી રોમીઝ ખાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો ! રાત્રી ના સમયે એવી રીતે ચોરી કરતો કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ અનેક કુખ્યાત બુટલગેરો અને વોન્ટેડ આરોપીઓ ઝડપાયા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અનેક ગુન્હાઓ સાથે સંકળાયેલ ડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો વાત જાણે એમ છે.

આરોપી વિરુદ્ધમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં સહિત કુલ 39 જેટલા ગુના દાખલ થયેલા છે. રોમિઝ ખાન ઉર્ફે રોંકી મોહમ્મદ ખાન ઘણા સમયથી તે નાસતો ફરતો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ અને બાતમી મળતા આરોપીને ઝડપી લીધો છે. પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ થયો છે. આરોપી ચાલુ વાહનમાં તાડપત્રી તોડીને ચોરી કરવાના 39 ગુનામાં વોન્ટેડ હતો.

જાણવા મળ્યું છે કે, આરોપીએ લખતર, બજાણા, હળવદ, વિરમગામ સાણંદ અને ચાંગોદર સહિત અનેક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.આરોપી રોમિઝ ખાન ગેડિયા ગેંગના વસીમખાન, રસુલ ડફેર, શરીફ અલારખ ડફેર તેમજ અન્ય કેટલાક લોકોની ગેંગનો સભ્ય રહી રાત્રિના સમયે હાઈ-વે પર ટ્રક પસાર થઈ રહ્યો હોય.

એ જ સમયે તે ટ્રકની પાછળ પોતાનું વાહન રાખી તેના પર ચઢીને તાડપત્રી કાપી તેમાંથી માલ સામાનની ચોરી કરવાની ટેવ ધરાવે છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાના ભેદ ઉકેલાઇ શકે છે. આખરે ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને પકડીને સરહાનીય કામગીરી કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!