દ્વારકામાં યોજાયેલ મહારાસનો આ ડ્રોન વિડીયો જોઇને તમારા હોંશ ઉડી જશે આટલું ભવ્ય દ્રશ્ય ક્યારેય નહી જોયું હોય…જુઓ વિડિયો…
આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, વ્રજવાણીમાં શ્રી કૃષ્ણ ભગવાન ઢોલીના સ્વરૂપે ૧૪૦ મહિલાઓ સાથે રાસ રમવા આવ્યા હતા. આ સ્મૃતિની યાદમાં દ્વારકા ખાતે તારીખ ૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ મહારસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય અને દિવ્ય મહારાસમાં ૩૭૦૦૦ આહીરાણીઓએ પરંપરાગત પહેરવેશ પહેરીને શ્રી દ્વારકાધીશને મહારાસ રમીને દ્વારકાને ગોકુળમય બનાવ્યું હતું. આ મહારાસની નોંધ વિશ્વના ખૂણે ખૂણે લેવાઈ છે અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
આ મહારાસનું આયોજન આહીરાણી મહારાસ સંગઠન
દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહારાસમાં તમામ આહીર સમાજની માતાઓ અને દીકરો એ શ્રી કૃષ્ણના ભક્તિના રંગે રંગમાં આ મહારાસ જોડાયેલ.
મહારાસની શરૂઆતમાં, શ્રી દ્વારકાધીશના મંદિરમાં આહીરાણીઓએ ભગવાનને આરતી કરી હતી. સૌ આહીરાણીઓએ ખૂબ જ સુંદર અને ભક્તિપૂર્વક રાસ નાચ્યો હતો. તેમના નાચમાં ભગવાન કૃષ્ણની પ્રેમ અને ભક્તિનું પ્રતિબિંબ જોવા મળતું હતું.
મહારાસને જોવા માટે દેશ-વિદેશમાંથી લાખો લોકો દ્વારકા આવ્યા હતા. તેઓએ આહીરાણીઓના રાસ નાચને જોઈને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.આ મહારાસ એક ઐતિહાસિક ઘટના છે. તેણે દર્શાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ હજુ પણ જીવંત છે. આ મહારાસે વિશ્વભરના લોકોને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે જાણવાની તક આપી છે.
આ મહારાસની સફળતાથી દ્વારકાને વિશ્વભરમાં ઓળખ મળી છે. આ મહારાસ દ્વારકાને ફરી એકવાર ગોકુળમય બનાવી દીધું. ખરેખર આહિર સમાજને કોટી કોટી વંદન જેમના થકી લોકોને આ દિવ્ય પળના સાક્ષી બન્યાં.આ મહારાસની નોંધ વિશ્વના ખૂણે ખૂણે લેવાઈ છે અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.