ફરી જામશે ચોમાસુ ??? જાણો હવામાન ખાતા એ શુ કરી મોટી આગાહી
અડધા થી ઉપર નો ચોમાસા નો સમયગાળો જતો રહ્યો છે છતા ચોમાસા મા જેટલો વરસાદ પડવો જોઈએ એટલો પડ્યો નથી. જુલાઈ ના મહીના બાદ ઓગસ્ટ મહીના મા કયાય સારો એવો વરસાદ વરસ્યો જ નથી આવા મા જો ઓગસ્ટ મહીના મા જો વરસાદ ના પડે તો મોટું સંકટ ઉભુ થશે અને ચેકડેમો પણ અધુરા રહેશે જેના કારણે પાણી નો અભાવ સર્જાઈ શકે છે અને ખેડુતો ને મોટું નુકશાન થશે.
આજ ની વાત કરવામા આવે તો ગુજરાત ના અમદાવાદ અને અન્ય જીલ્લા ઓ મા આજ સવાર થી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામા આવી છે કે. ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે એટલું જ નહીં 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે રાજ્યમાં ફરી ચોમાસું જામશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
જો કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગની આગાહી બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ના ભાગો મા પણ છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવુ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યુ છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. ગુજરાત મા જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે.
ખેડુતો વરસાદ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે અને સાથે શહિરીજનો પણ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
