હજી ચોમાસુ ગયુ નથી ! તારીખ 11,12 અને 13 ના રોજ આ રાજ્ય મા વરસાદ…
ભારત દેશ મા આ વખતે ચોમાસુ ખુબ અલગ રહ્યુ જે જેમા શરુવાત આ વરસાદ ખુબ ઓછો થયો હતો અને ચોમાસા ના અંતીમ ચરણ મા ખુબ વરસાદ વરસ્યો હતો એમા ખાસ કરીને ગુજરાત અને મધ્ય પ્રદેશ સહીત ના રાજ્યો મા ભારે વરસાદ વરસ્યો હતો અને ગજરાત મા ભાદરવા મહીના મા મેઘરાજા નુ તાંડવ જોવા મળ્યુ હતુ અને અનેક જીલ્લા મા ભારે વરસાદ વરસ્યો હતો.
ત્યારે ભારત મા આગામી દિવસો એટલે કે 15 ઓક્ટોબર મહત્વ ની છે. કેમ કે 15 ઓક્ટોબર બાદ અનેક રાજ્યો ચોમાસુ વિદાય લેશે અને બીજી બાજુ જો દિલ્હી ની વાત કરવામા આવે તો વાતાવરણ ઘણુ સાફ થય ગયુ છે આ ઉપરાંત દક્ષીણ ભારત ની જો વાત કરવામા આવે તો ત્યા હજી ચોમાસા ની વિદાય થય નથી. અને વરસાદ ચાલુ છે આ ઉપરાંત હવામાન વિભાગે ( IMD ) પણ 15 જેટલા રાજ્યો મા વરસાદ ની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરલ, કર્ણાટક અને તેલંગાના મા અમુક વિસ્તારો મા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેરળ મા તારીખ 11,12 અને 13 તારીખે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કર્ણાટક મા પણ 11 થી 14 વચ્ચે અમુક વિસ્તારો મા વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગોવા અને કોકણ મા આવતા અઠવાડીયા મા અટકે 11 ઓક્ટોબર થી વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય મહારાષ્ટ્ર મા પણ 11 અને 12 તારીખે વરસાદ પડી શકે છે. કેરળની વાત કરીએ તો તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કીમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
