Gujarat

કપલે ગારા મા કરાવ્યુ અનોખુ પ્રી વેડીંગ ફોટોશુટ ! તસ્વીરો જોઈ તમે પણ કહેશો કે આવું કાઈ હોતું હશે….જુઓ તસવીરો

ગુજરાતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો ત્યારે અનેક યુગલોએ પોતાના પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવેલ છે. પ્રિવેડિંગ ફોટો શૂટ દ્વારા હવે યુગલો સમાજના લોકોને ખાસ સંદેશો આપી રહ્યા છે જેથી કોઈને કંઈ પ્રેરણા મળે કે જીવનમાં ઉપયોગી બને.

હાલમાં જ એક યુગલનું ફોટોશૂટ વાયરલ થયું છે. વાયરલ થયેલ ફોટોઝમાં જોઈ શકો છો કે3 આ કપલે ગારામાં ફોટોશૂટ કરાવેલ છે. આ વાત સાંભળીને જ વિચારમાં પડી જવાઈ કે આવો વાહિયાત વિચાર કેમ આવ્યો હશે.

ખરેખર હકીકત જાણીને તમે પણ આ યુગલના વખાણ કરશો.
આ યુગલે ગારાને પોતાના શરીર પર લગાડીને અલગ અલગ પોઝ આપ્યા છે. આ કપલ ફિલિપાઈન્સના ઓર્મોક સિટીનું રહેવાસી છે. વાસ્તવમાં જોન્સી ગુટેરેઝ અને ઈમે બોરીનાગાએ આવું ફોટોશૂટ એટલે કરાવ્યું કારણ કે તેઓ ખેતીને પ્રોત્સાહન આપવા માંગે છે.

એક વાત તો સાચી છે કે માત્ર ભારતમાં જ નહિ પણ અન્ય દેશમાં પણ લોકો ખેતી ને ખૂબ જ મહત્વપૂર્ણ સમજે છે અને આ કારણે આ યુગલે પોતાના જીવનની શરૂઆત કરવા માટે આ થીમ પસંદ કરી છે. તમે આ ફોટોશૂટમાં જોઇ શકો છો કે વાડીમાં ગારાથી રમત રમીને અલગ અલગ પોઝ આપ્યા હતા.

આ બંને એક એવા પરિવારમાંથી છે, જ્યાં ખેતી એ બધાનો મૂળ વ્યવસાય છે. એટલા માટે તેણે પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે માટીમાં આ પ્રકારનું ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું.આ તસવીરો 2021માં ચાર્લીસી વિઝ્યુઅલ નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે પણ આ પ્રી-વેડિંગ ફોટોશૂટ ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર આ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ થીમ દ્વારા તેઓએ પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને જુસ્સો બતાવવાનો પ્રયાસ કર્યો હતો.આ બંને યુગપો ખેડૂતોના પરિવારમાં ઉછર્યા છ. ફિલિપાઈન્સમાં સરકારી શાળાના શિક્ષક ઈમેએ કહ્યું, ‘હું ખેતીને નોકરી અથવા વ્યવસાય તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેનો યોગ્ય શ્રેય મળવો જોઈએ. લોકોએ ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.

ઈમે તેના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે આખી દુનિયા જુએ અને અનુભવે કે કાદવમાં ચાલવું અને ત્યાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. આ યુગલે જણાવ્યું કે તેઓ લોકોને એ પણ સમજાવવા માગે છે કે ઉનાળાની ઋતુમાં આકરા તડકા અને આકરી ગરમીમાં ખેતી કરવી કેટલી મુશ્કેલ છે અને ખેતી દરમીયાન અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે છતાં ખેડૂતો ખેતી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!