વિદેશમા વસતા પટેલ યુવક યુવતિ આ ગીર ના નેસ મા કરાવ્યું અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ ! જુવો સુંદર ફોટો
આપણે જાણીએ છીએ કે હાલ કોરોનાની ગાઇડલાઇન વચ્ચે લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક યુવક યુવતીઓ કે જેના લગ્ન હોય તે લગ્ન ન પહેલા પ્રી વેડીંગ ફોટો શુટ કરાવતા હોય છે અને એમા પણ આજે મોર્ડન યુગ મા લોકો પશ્ચિમી સંસ્કૃતિ નુ અનુકરણ કરી ને ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફિ કરાવતા હોય છે ત્યારે તાજેતર મા જ એક કપલે એક દમ દેશી સ્ટાઈલ મા ફોટોશુટ કરાવ્યું હતુ.

તમને જાણી ને નવાઈ લાગશે કે આપણે છે કપલ ની વાત કરીએ છીએ તે બન્ને યુવક યુવતી વિદેશ મા નોકરી કરે છે. આપણે જેની વાત કરીએ પટેલ યુવક યુવતિ આ ગીર ના નેહમા કરાવ્યું અનોખુ પ્રી વેડીંગ ફોટો શુટ કરાવ્યું છે. આ વિચાર યુવકને પોતાના મિત્ર પાસેથી આવ્યો અને ખરેખર એક રિતે જોઈએ તો આજ સુધી કોઈપણ ગીરના નેહમાં આવી રીતે પ્રિ વેડિંગ ફોટો શૂટ પારપરિક પહેરવેશ પહેરીને તો નહીં કરાવ્યો હોય. ચાલો અમે આપને આ પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવનાર યુગલો વિશે માહિતગાર કરીએ.

આ કપલ વાત કરવામા આવે તો હાલમાં જ પ્રભુતામાં પગલા માંડનાર મૂળ યુવક ભાવનગરમાં મહુવા ગામના પ્રશાંત પટેલ છે અને યુવતી અમરેલીના રબારીક ગામના બ્રિન્જલ છે જે ના લગ્ન 30 નવેમ્બર નાં રોજ થયા હતા પરંતુ તેમના લગ્ન ખૂબ જ યાદગાર બનાવવા માટે તેવો એ ગીર ના નેસ મા ફોટોગ્રાફી અને વિડીઓ શુટ કરાવ્યો.

તમને જાણીને આશ્રય થશે કે, પ્રશાંત વિદેશમાં નોકરી કરે છે, છતાંય પણ તેની વિચારધારાઓમાં પરપ્રાતીય સંસ્કૃતિઓ નથી આવવી અને આપણા સંસ્કારો અને પરંપરાનું પાલન કર્યું છે. મિત્ર પાસેથી ગીરના નેહમાં ફોટોશૂટ કરવાનો વિચાર આવ્યો અને આખરે તેમણે બંને નેહમાં રહેતા આપણો સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને ગાંડી ગિરમાં વસતા માલધારીના રંગે રંગાઈ ને એમને ખૂબ જ સુંદર રિતે ફોટોશૂટ કરાવેલ. આ ફોટોશૂટમાં ગીર ની સુંદરતા અને ખુમારી જોવા મળે છે.

આ ઉપરાંત આ કપલે જયાં સુધી ગીરમા રહ્યો ત્યા સુધી ગીરની પ્રકૃતિ ની માણી અને ત્યા નુ જીવન કેવું છે એ પણ જાણયું , શહેર ની ભાગદોડ ભરી જિંદગી માથી ગીર ના શાંતિમય વાતાવરણ નો આનંદ માણ્યો હતો આ ઉપરાંત તેવો એ ગીર મા વસતાં માલધારી સમાજ નો આભાર વક્ત કરી તેમની સાથે યાદગાર તસ્વીરો ક્લીક કરાવી હતી.
